તમે સાંભળ્યુ જ હશે કે પ્રાણીઓને પાંજરામા રાખવામા આવે છે. વળી જ્યારે તમે ઝૂ ની મુલાકાત લીધી હશે ત્યારે તમે આ નજારો જોયો હશે. પરંતુ શું તમે ક્યારેય એવુ સાંભળ્યુ છે કે જોયુ છે કે મનુષ્ય પાંજરામા રહે છે. પરંતુ એક એવુ સ્થળ છે જ્યા લોકો ખરેખર પાંજરામા રહે છે. હવે તમે આશ્ચર્યચકિત થશો કે શા માટે આવુ છે તેથી ચાલો જાણીએ આ પાછળનુ કારણ શું છે.
લોકો પાંજરામા રહે છે તે દેશનુ નામ હોંગકોંગ છે. અહીના લોકો પાંજરામા રહે છે. ખરેખર આ પાંજરામા એવા લોકો છે જે મોંઘા મકાનો ખરીદી શકતા નથી. આવી સ્થિતિમા આ લોકો પાસે જીવંત રહેવા માટે એક જ વિકલ્પ બાકી છે અને તે આ પાંજરા છે. પરંતુ આ પાંજરા પણ આ લોકોને સરળતાથી મળી શકતા નથી આ માટે ખૂબ પ્રયત્નો કરવા પડે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એક પાંજરાની કિંમત આશરે ૧૧ હજાર રૂપિયા છે. આ પાંજરાને ખંડેર મકાનોમા રાખવામા આવ્યા છે જે પછી લોકો અહી રહે છે. આ પાંજરાની અંદર એક-એક એપાર્ટમેન્ટ મા ૧૦૦-૧૦૦ લોકો રહે છે. આ ઉપરાંત એપાર્ટમેન્ટમા ફક્ત ૨ શૌચાલયો છે. આવી સ્થિતિમા લોકોને પૈસા આપ્યા પછી પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
લોકો અહી સૂવા માટે ગાદલા નથી મૂકતા પરંતુ વાંસની સાદડીઓનો ઉપયોગ કરે છે. આ લોકો માટે અહી દિવસ પસાર કરવો ખૂબ જ મુશ્કેલ છે પરંતુ અન્ય કોઈ વિકલ્પ ન હોવાને કારણે મજબૂરીમા આ માર્ગ અપનાવે છે.