જાણો દુનિયાના સૌથી ડરામણા જંગલની ભયાનકતા વિષે કે જેમાં તમારે મોતનો સામનો કરવો પડશે.

જાણવા જેવું

ભાગ્યે જ કોઈ એવું હશે જે શહેરોની દોડધામ જીવનથી પરેશાન ન હોય. આવી સ્થિતિમા દરેક વ્યક્તિ એવી જગ્યાએ જવા માંગે છે જ્યાં શાંતિ, ઝાડ, છોડ વગેરે હોય. પરંતુ શુ તમે તે સ્થાનોને જાણો છો જ્યા આપણે શાંતિ અને એકાંતની ક્ષણો શોધવા માટે જઇએ છીએ? એવી ડરામણી જગ્યાઓ પણ છે જે આપણા માટે હાનિકારક હોઈ શકે છે. અમે તમને આવી જગ્યા વિશે જણાવીશુ.

આ સ્થાન રોમાનિયાના ટ્રાસલ્વેનીયા પ્રાંતમા છે. ” હોયા બસ્યુ ” નામનુ આ વનને વિશ્વનુ સૌથી ભયાનક વન માનવામા આવે છે. અહી બનતી રહસ્યમય ઘટનાઓને કારણે જ લોકો તેને ”રોમાનિયા અથવા ટ્રાસલ્વેનીયાને બર્મુડા ત્રિકોણ” કહે છે. આ વિલક્ષણ જંગલ ક્લુજ-નેપોકા શહેરની પશ્ચિમમા સ્થિત છે. તે લગભગ ૭૦૦ એકરમા પથરાયેલ છે.

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે અહી સેંકડો લોકો ગુમ થયા છે જે આજદિન સુધી જાણી શકાયુ નથી. આ જંગલમા વૃક્ષો વળેલા અને મરડાયેલા દેખાય છે. જે દિવસના પ્રકાશમા પણ અત્યંત ડરામણા લાગે છે. લોકો આ સ્થાનની યુએફઓ અને ભૂત સાથે જોડીને જોવામા આવે છે. આ સિવાય એવુ કહેવામા આવે છે કે ઘણા લોકો અહી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે.

આ જગ્યા ત્યારે ચર્ચામા આવી જયારે એક ભરવાડ ગાયબ થઈ ગાયબ થઈ ગયા. સદીઓ જૂની દંતકથા અનુસાર તે માણસ જંગલમાં જતાની સાથે રહસ્યમય રીતે અદૃશ્ય થઈ ગયો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે તે સમયે તેની સાથે ૨૦૦ ઘેટા હતા. આટલુ જ નહી પરંતુ થોડા વર્ષો પહેલા એક સૈન્ય તકનીકીએ દાવો કર્યો હતો કે તેમણે ઉડતી કાર પણ જોઈ હતી.

૧૯૬૮ મા એમિલ બરનીયા નામના વ્યક્તિએ અહી આકાશમા અલૌકિક શરીર જોયો હોવાનો દાવો કર્યો. અહી આવનારા કેટલાક પ્રવાસીઓએ આવી જ કેટલીક ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. ૧૮૭૦ મા નજીકના ગામમાં રહેતા ખેડૂતની પુત્રી આકસ્મિક રીતે જંગલમાં ગઈ અને ૫ વર્ષ પછી પરત આવી પણ તેની યાદશક્તિ સંપૂર્ણ નષ્ટ થઈ ગઈ હતી. લોકોના મતે આ જંગલમાં રહસ્યમય શક્તિઓ વસે છે. લોકો એમ પણ કહે છે કે તેઓ અહી વિચિત્ર અવાજો પણ સાંભળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *