Homeસ્ટોરીજાણો આ IAS અધિકારી કે જેને તેની કમજોરીને તાકાત બનાવી અને આપણા...

જાણો આ IAS અધિકારી કે જેને તેની કમજોરીને તાકાત બનાવી અને આપણા માટે એક ઉદાહરણ પૂરું પડે છે.

ઓછી ઉચાઇ હોવા છતા તેણીએ આખા દેશમા નામના મેળવી. વડાપ્રધાન કાર્યાલયની તરફથી પણ તેની પ્રશંસા કરવામા આવી હતી. એવુ કહેવામા આવે છે કે વ્યક્તિ તેની ઉચાઇ દ્વારા નહી પરંતુ તેના કાર્ય દ્વારા ઓળખાય છે. આ વાત આઈએએસ અધિકારી આરતી ડોગરા સાથે સંપૂર્ણ રીતે બંધ બેસે છે. તેની ઉચાઈ ૩ ફૂટની ૬ ઇંચની ભલે હોય તેની મહેનત અને દ્રઢ સંકલ્પ સામે મોટા લોકો પણ વામન સાબિત થાય છે. ખુલ્લા શૌચની મુક્તિ માટે તેમના દ્વારા ચલાવવામા આવતા સ્વચ્છતા મોડલ ”બંકો બિકાનાઓ” આજે પણ વખાણાય છે.

આ માટે વડા પ્રધાન કાર્યાલય દ્વારા તેમની પ્રશંસા કરવામા આવી હતી. તે આઈએસ અધિકારી આરતી કોરોના રોગચાળા સામે લડવાનુ કામ કરતી હોવાથી આ દિવસોમા ચર્ચામા છે. લોકો તેની નિષ્ઠા અને જુસ્સાને જોઈને આશ્ચર્યચકિત થાય છે. લોકો તેમને પ્રેરણાદાયક પણ માને છે.

રાજસ્થાન કેડરના આ અધિકારી લોકોની મુશ્કેલીઓને દૂર કરવા અને આ ખૂબ જ મુશ્કેલ સમયમા તેમને જરૂરી સામાન પૂરો પાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આરતીના પિતા આર્મી ઓફિસર છે અને તેની માતા આચાર્ય છે. આરતી શરૂઆતથી જ રમતગમતની સાથે-સાથે અભ્યાસમા પણ ટોચ પર રહી છે.

તે ઘોડે સવારીની પણ શોખીન છે. તેનો જન્મ ઉત્તરાખંડના દહેરાદૂનમા થયો હતો. આરતી ૨૦૦૬ની બેચની આઈએએસ અધિકારી છે.હાલમા તેઓ રાજસ્થાનમા અજમેરના નવા જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત થયા છે. આ પહેલા તેમની એસડીએમ અજમેરની પોસ્ટ ઉપર પણ નિમણુક થઈ ચૂકી છે.

આરતીને જન્મથી જ કેટલીક શારીરિક સમસ્યા હતી જેના કારણે તેમની ઉચાઈ વધી શકી ન હતી. આને કારણે તેમણે પ્રારંભિક તબક્કે ઘણા લોકોની વાત સાંભળવી પડી હતી. પરંતુ તેમણે પોતાની નબળાઇને પોતાની પ્રતિભા સામે ન આવવા દીધી. તેમણે આઈએએસ અધિકારી બનીને બધાની બોલતી બંધ કરી દીધી હતી.

આજે સમગ્ર સમાજ સહિત દેશભરમાં તેમનુ નામ છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દરેક જણ તેમનુ ઉદાહરણ આપી રહ્યુ છે. માતાપિતાના ભરોસાને ન તોડતા આરતીએ દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાંથી અર્થશાસ્ત્રમા સ્નાતકની ડિગ્રી મેળવી. તેમણે વિદ્યાર્થી સંઘની ચૂંટણી પણ જીતી છે. આઈએએસ બન્યા પછી તેમણે ” એનિમિયા મધર ડોકટર ફોર ડોકટર ” વગેરે સહિતના ઘણા મિશન હાથ ધર્યા. પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પણ તેમના કાર્યની પ્રશંસા કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments