મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમા ઇન્દ્રદેવને દેવતાઓનો રાજા માનવામા આવે છે અને તેથી જ ઇન્દ્રદેવને દેવરાજ પણ કહેવામા આવે છે. પરંતુ હવે અહી સવાલ ઉભો થાય છે કે જ્યારે ઇન્દ્રદેવ દેવતાઓનો રાજા છે તો પછી હિન્દુ ધર્મના લોકો તેમની પૂજા કેમ કરતા નથી અથવા આખા ભારતમા ઇન્દ્રદેવનુ મંદિર કેમ નથી તો પછી હુ તમને જણાવી દવ કે ઘણા હિન્દુ ધર્મ ગ્રંથો વાર્તાઓ વર્ણવવામા આવી છે જેના કારણે તે દેવરાજ હોવા છતા ન તો ઇન્દ્રદેવની પૂજા કરવામા આવે છે કે ન તો કોઈ મંદિર બાંધવામા આવ્યું છે. ચાલો આપણે ઇન્દ્રદેવને લગતી આ પૌરાણિક કથાઓ વિશે જાણીએ.
મિત્રો ઈન્દ્રદેવની પૂજા કેમ નથી થતી તે કહેતા પહેલા તમને જણાવી દઈએ કે ઇન્દ્રદેવ કોણ છે? હિન્દુ શાસ્ત્રો અનુસાર, ઇન્દ્ર કોઈ એક ભગવાનનુ નામ નહોતુ પરંતુ જે સ્વર્ગની ગાદી મેળવે છે તેને ઇન્દ્રની પદવી આપવામા આવે છે. એવુ માનવામા આવે છે કે અત્યાર સુધીમાં કુલ ચૌદ ઇન્દ્રો થયા છે જેમના નામ નીચે મુજબ છે -યજ્ન, વિપશ્યિત, શિબી, વિધુ, મનોજવ, પુરંદર, બાલી, અદભુત, શાંતિ, વિશ, રીતુધામ, દેવસ્પતિ અને સુચિ.
એવુ માનવામા આવે છે કે જેની પાસે ઇન્દ્રપદ હોય છે તેને હંમેશા પોતાનુ સિંહાસન છીનવી જવાનો ભય રહેતો હતો તેથી તે કોઈ પણ સાધુ અને રાજાને પોતાના કરતા વધુ શક્તિશાળી બનવા દેતા નહી તેથી તેમણે તપસ્વીઓને અપ્સરાઓની મદદથી લલચાવ્યા હતા. તો ક્યારેક રાજાઓના અશ્વમેધ યજ્ઞમા તેમનો ઘોડો ચોરી લેતા હતા.
આવી જ એક વાર્તા વિષ્ણુ પુરાણમા વર્ણવવામા આવી છે જેના વિશે એવુ માનવામા આવે છે કે આ ઘટના પછી માણસોએ પૃથ્વી પર ઇન્દ્રદેવની ઉપાસના કરવાની બંધ કરી દીધી હતી. દંતકથા અનુસાર પ્રાચીન સમયમા પૃથ્વી પર ગૌતમ ઋષિ વસવાટ કરતા હતા. તે ખૂબ જ જ્ઞાની અને યોગી માણસ હતા. તે પત્ની સાથે જંગલમા ઝૂંપડુ બનાવી ને રહેતા હતા. તેની પત્નીનુ નામ અહલ્યા હતુ.
અહલ્યા એક સુંદર સ્ત્રી તેમજ પ્રેમાળ સ્વભાવની હતી. અહલ્યાને જોનાર કોઈપણ તેની સુંદરતાથી મોહિત થઈ જતુ હતુ. એક દિવસની વાત છે કે અહલ્યા ઝૂંપડામા પતિ ગૌતમ ઋષિની સેવા કરી રહી હતી તે જ સમયે ઇન્દ્રદેવ ત્યાંથી પસાર થયા અને અહલ્યાની સુંદરતા જોઈને તે મોહિત થઈ ગયા. જો કે તે સમયે ઇન્દ્રદેવ પૃથ્વી પરથી સ્વર્ગ પરત ફર્યા હતા.
પરંતુ ઇન્દ્રનુ મન અહલ્યા પર અટકી ગયુ હતુ. તેઓ વિચારવા લાગ્યા એવુ તો શુ કરવુ જેથી આ સુંદર સ્ત્રી સરળતાથી મારા કાબુમા આવી જાય. ત્યારે તેઓએ આ માટે છલ કપટનો આશરો લેવાની યોજના બનાવી અને જ્યારે તેને ખબર પડી કે ગૌતમ ઋષિ દરરોજ સવારે ધ્યાન માટે તેની ઝૂંપડીમાંથી બહાર જાય છે ત્યારે ઋષિ ગૌતમના ઝૂંપડી છોડ્યા પછી ઇન્દ્રદેવ ઋષી ગૌતમનુ રૂપ લઈને ત્યાં પહોંચ્યા.
આ જોઈને અહલ્યાએ પહેલા વિચાર્યું કે મારા પતિ દેવ આજે આટલા જલ્દી કેમ આવ્યા પરંતુ તેમણે ઇન્દ્રને કોઈ પ્રશ્ન પૂછ્યો નહી અને તેમની સેવા કરવા લાગ્યા. થોડા સમય પછી જ્યારે વાસ્તવિક ગૌતમ ઋષિ ઝૂંપડીમા પાછા ફર્યો ત્યારે તેમણે અહલ્યાને એક બહુરૂપિયા સાથે જોયા અને પછી તેમને સમજવામા લાંબો સમય લાગ્યો નહી કે આ સ્વર્ગના રાજા ઇન્દ્ર સિવાય બીજુ કોઈ નથી.
આ જોઈને તે ગુસ્સે થઈ ગયા. ગુસ્સે થઈને ઋષિએ દેવરાજ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે જે સ્ત્રીની યોની માટે તે આવુ કૃત્ય કર્યું છે જેને કારણે તારે ૧૦૦૦ યોનિઓ તારા શરીર ઉપર નીકળે અને દેવતાઓનો રાજા હોવા છતા પણ તમને અન્ય દેવતાઓ કરતા તારી ઓછા પૂજવામા આવશે અને પત્ની અહલ્યાને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો. આ સાંભળીને ઇન્દ્ર તેના વાસ્તવિક સ્વરૂપમા આવીને ઋષિના પગ પકડયા અને ભીખ માંગવા લાગયા.
આ જોઈને ગૌતમ ઋષિએ તેમના પર દયા અનુભવી અને ઇન્દ્રના શરીર ઉપર ઉભરી આવેલી યોનિને આંખોમા પરિવર્તન કરી. જ્યારે દેવી અહલ્યાએ વારંવાર માફી માંગી અને કહ્યું કે એમા મારો કોઈ દોષ નથી. ત્યારે ગૌતમ ઋષિએ કહ્યુ કે તમે અહી એક ખડકની જેમ જીવશો. જ્યારે ભગવાન વિષ્ણુ ત્રેતાયુગમા રામ તરીકે અવતાર લેશે ત્યારે તેમના પગના સ્પર્શથી બચી શકો છો. એવુ માનવામા આવે છે કે ત્યારથી માણસોએ ઇન્દ્રદેવની ઉપાસના કરવાનુ બંધ કરી દીધુ હતુ.