હમેશા સરળ સાડી અને ચહેરા પર સ્મિત રાખનાર સુધાનો જન્મ ૧૯ ઓગસ્ટ ૧૯૫૦ મા કર્ણાટકમાં થયો હતો. સુધા એ કોલેજમાંથી એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે. તે સમયમા છોકરીઓએ એન્જિનિયરિંગ કરવુ એક અનોખી વસ્તુ હતી. એટલુ જ નહી તેના પરિવારના સભ્યો પણ આ માટે સહમત ન હતા. પણ સુધાના આગ્રહ સામે સૌને નમવુ પડ્યુ હતુ.. આ વર્ષે સુધાએ પોતાનો ૭૦ મો જન્મદિવસ ઉજવ્યો હતો.
એન્જીનીયરીંગ માં પ્રવેશ માટે બીવીબી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના આચાર્યએ સુધા સમક્ષ ૩ શરતો મૂકી હતી. પહેલી શરત એ હતી કે ગ્રેજ્યુએશન પૂરુ થાય ત્યા સુધી તેને સાડી પહેરીને જ આવવુ પડશે. બીજી શરત કેન્ટિન ન જવાની હતી અને ત્રીજી શરત એ હતી કે સુધા કોલેજના છોકરાઓ સાથે વાત નહી કરે.
સુધા મૂર્તિએ એક ટીવી શોમા કહ્યુ હતુ કે પ્રથમ બે શરતો પૂરી થઈ હતી પરંતુ ત્રીજી શરત કોલેજના છોકરાઓએ પૂરી થવા ન દીધી. સુધાએ પહેલા વર્ષમા ટોચનુ સ્થાન મેળવતાંની સાથે જ બધા છોકરાઓએ તેઓની સાથે વાત કરવા માટે આગળ આવવા લાગ્યા.
સુધા મૂર્તિએ શો પર જણાવ્યું હતું કે ૬૦૦ વિદ્યાર્થીની કોલેજમા ૫૯૯ છોકરાઓમા તે એકમાત્ર છોકરી હતી. આવી સ્થિતિમા કોલેજમા શૌચાલય પણ છોકરાઓ માટે હતુ. જેમ તેમ કરીને તેમણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તેમના દર્દનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઇન્ફોસિસની શરૂઆત થતા જ તેમણે સૌ પ્રથમ દેશભરમા ૧૬ હજારથી વધુ શૌચાલયો બનાવ્યા. જેથી અન્ય કોઈ સુધાને નુકસાન ન થાય.
ઇન્ફોસીસનુ નામ સાંભળીને એનઆર નારાયણ મૂર્તિનુ નામ બધાના ધ્યાનમા આવે છે. નારાયણમૂર્તિ જ એ વ્યક્તિ હતા જેને કારણે ઈન્ફોસીસ ફક્ત ભારતમાં જ નહી પણ વિશ્વની ટોચની આઇટી કંપની તરીકે ગણવામાં આવે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આ કંપની કોના રૂપિયાથી બનાવવામા આવી છે.
ખરેખર નારાયણની પત્ની સુધા મૂર્તિ ત્યારે ટાટા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી હતી. સુધા ટાટામા કામ કરતી પ્રથમ મહિલા એન્જિનિયર હતી. તેમણે એનઆર નારાયણ મૂર્તિને 10,000 રૂપિયા ભેગા કરીને આપ્યા હતા. જેની સાથે તેણે આ કંપની શરૂ કરી. જે હવે આખા વિશ્વમા ટોચ ઉપર છે. એન્જિનિયરની સાથે સુધા એક સારી લેખક પણ છે. તેમની સામાજિક સેવા બદલ ૨૦૦૬ મા તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા હતા.