જાણો એવા ટાપુ વિષે કે જે રાતોરાત ગાયબ થઈ ગયો અને જાણો તેનું પાછળ નું ચોકાવનારું કારણ.

અજબ-ગજબ

જ્યારે પ્રકૃતિ પોતાનું સ્વરૂપ બતાવે ત્યારે કંઇ કહી શકાતુ નથી. દુનિયામા એવી ઘણી વસ્તુઓ છે જે આપણને આશ્ચર્યચકિત કરે છે. ઉદાહરણ તરીકે બર્મુડા ત્રિકોણ લો. બર્મુડા ત્રિકોણનુ રહસ્ય આજ સુધી હલ નથી કરાયુ. આવું જ રહસ્ય તાજેતરમા પાકિસ્તાનમા જોવા મળ્યુ હતુ. અચાનક કોઈ ટાપુ ગાયબ થયાના સમાચારથી અહી હંગામો મચી ગયો. પાકિસ્તાનના બલુચિસ્તાનના ગ્વાદર શહેરમા એક ટાપુ રાતોરાત ગાયબ થઈ ગયો. આ ટાપુ નું નામ જલજલા કોહ છે. જલજાલા કોહ એટલે ધરતીકંપનો પર્વત.

આ ટાપુ પ્રથમ વખત ૨૦૧૩ મા જોવા મળ્યો હતો. જ્યારે ૭.૭ ની તીવ્રતાનો ભૂકંપ ગ્વાદરના દરિયાકાંઠે ત્રાટક્યો હતો. ૬૬ ફુટ ઉચાઈ, ૫,૨૯૫ ફુટ પહોળો અને ૧૩૦ ફુટ લાંબો આ ટાપુ પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટો સાથે ટકરાતા અસ્તિત્વમા આવ્યો હતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ ટાપુ ઉપર મોટા પથ્થરો અને કાદવ સિવાય બીજુ કંઈ નહોતુ.

૨૦૧૩ અને ૨૦૧૯ મા ટાપુની તુલનાત્મક તસવીરો શેર કરતી વખતે નાસાએ પાછલા દિવસે કહ્યુ કે સમય જતા શું બદલાયુ છે અને સમય જતા તે કેમ અદૃશ્ય થઈ ગયો. નાસાના જણાવ્યા અનુસાર જલજલા કોહ જેવા ટાપુઓ ધરતીકંપ અને જ્વાળામુખીના કારણે અસ્તિત્વમા છે. આવી સ્થિતિમા તેઓ કુદરતી રીતે સમુદ્ર કિનારે સ્થાપિત થાય છે.

જે ગતિ સાથે તેઓ રચાય છે આવા ટાપુઓ શક્ય તેટલી વહેલી તકે નાશ પણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ ટાપુ વર્ષ ૨૦૧૩ મા પ્રથમ વખત પાકિસ્તાનમા ભયંકર ભૂકંપ આવ્યો ત્યારે જોવા મળ્યો હતો. પરંતુ ૭ વર્ષ પછી તે રહસ્યમય રીતે અદૃશ્ય થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *