જો તમારી આર્થિક સ્થિતિ સુધરવી હોય તો તમે જાપાનમાં આવેલ આ દેવી-લક્ષ્મીના મંદિરની અવશ્ય મુલાકાત લો.

જાણવા જેવું

ભારતમા દેવી લક્ષ્મીનુ ખૂબ મહત્વ છે. તેમને સંપત્તિની દેવી પણ કહેવામા આવે છે. પરંતુ ભારત સિવાય એક અન્ય દેશ છે જ્યા દેવી લક્ષ્મીની પૂજા કરવામા આવે છે. ભારતમા હાજર હિન્દુ ધર્મના લોકો ઘણા દેવી-દેવતાઓને માને છે અને પૂજે છે. આ દેવી-દેવીઓમા દેવી લક્ષ્મીનુ એક અલગ જ મહત્વ છે. એવુ માનવામા આવે છે કે દેવી લક્ષ્મીની ઉપાસનાથી પોતાની આર્થિક સ્થિતિમા સુધારો થઈ શકે છે. કારણ કે દેવી લક્ષ્મી સંપત્તિની દેવી કહેવામા છે અને તેની પૂજાથી લાભ થાય છે. ભારતમા હિન્દુ ધર્મના લોકો દરરોજ દેવી લક્ષ્મીની પૂજા કરે છે. જો કે એવુ નથી કે લક્ષ્મીની પૂજા માત્ર ભારતમા થાય છે. વિશ્વના અન્ય કેટલાક દેશો છે જ્યા લક્ષ્મીની પૂજા-અર્ચના વિવિધ નામો અને સ્વરૂપોમા કરવામાં આવે છે અને તેમાંથી એક જાપાન છે.

જાપાન એક નાનો દેશ છે પરંતુ તે આર્થિક દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે. તેનુ એક કારણ એ છે કે આ દેશના લોકો આર્થિક રીતે મજબૂત રહેવા માટે મહેનત પર વિશ્વાસ રાખે છે અને પૈસા થકી મજબુત હોવાને કારણે દેવી કિચિજોઈની પૂજા કરે છે. જાપાનમા એક દેવીના નામ પરથી એક શહેર છે જ્યા દેવી કિચિજોઇનુ પ્રખ્યાત મંદિર છે. જાપાનમા કીચિજોઇ એટલે દેવી લક્ષ્મી. જેને આર્થિક સ્થિતિ મજબૂત રાખવા માટે પૂજા કરવામા આવે છે.

જાપાનની રાજધાની ટોક્યોથી માત્ર ૧૮ કિલોમીટર દૂર કિચીજોઇ નામનુ એક શહેર છે. જાપાનમા ધાર્મિક આસ્થા રાખવાવાળા લોકો માટે આ શહેરનુ ખૂબ મહત્વ છે. અહી એક પ્રખ્યાત મંદિર છે. જાપાનમા બૌદ્ધ ધર્મના ઘણા મંદિરો હોવા છતા કીચિજોઇમા દેવી કિચિજોઇની પૂજા કરવામા આવે છે.

તે દેવી લક્ષ્મીનુ એક સ્વરૂપ છે. જે લોકો જાપાનની મુલાકાતે આવે છે તેઓ ચોક્કસપણે આ મંદિરની મુલાકાત લે છે. એવુ માનવામા આવે છે કે આ દેવી સંપત્તિથી સંબંધિત મુશ્કેલીઓ દૂર કરવા માટે છે. કીચિજોઇ જાપાનની રાજધાની ટોક્યોથી માત્ર ૧૮ કિલોમીટર દૂર છે અને અહી ટોક્યોથી પહોંચવુ ખૂબ સરળ છે.

ટોક્યોથી અહી આવવાના ઘણા રસ્તાઓ છે. સેન્ટ્રલ ટોક્યો સ્ટેશનથી કિચીજોઇ સુધીની રેપિડ એટલે કે ઓરેન્જ લાઇન મેટ્રો ફક્ત ૨૫ મિનિટમા પહોંચી શકાય છે. અહીંથી કીચિજોઇ માટે પણ ઘણી ટ્રેનો દોડે છે જે જુદા-જુદા સમયે પહોંચાડે છે. લોકલ ટ્રેન જે વચ્ચે આવતા તમામ ૧૭ સ્ટેશનો પર અટકે છે.

જો તમને શોપિંગ પસંદ છે તો તમારે કિજીજોઇ જવુ જોઈએ કારણ કે તે શોપીગ માટે સ્વર્ગ છે. તમને અહી ઘણા ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ જોવા મળશે. જ્યાંથી તમે જાપાની ખાદ્ય ચીજો ખરીદી શકો છો. જો તમને બીયર પીવાના શોખીન છો તો તમે અહીંથી જાપાનીઝ બીયર પણ ખરીદી શકો છો. કીચિજોઇમા ઘણી છતવાળી હોટલ છે જ્યા ખૂબ સારી અને સસ્તી બીયર પીરસાય છે. જો તમે કીચિજોઇ જઇ રહ્યા છો તો અહીંના સૌથી પ્રખ્યાત ઇનોકાશીરા પાર્કની મુલાકાત લેવાનુ ભૂલશો નહી. આ ઉદ્યાનમા એક નાનુ તળાવ પણ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ તળાવનો રંગ ઋતુઓ સાથે બદલાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *