Home જાણવા જેવું જાણો જયપુરનો એક એવો કિલ્લો કે જેમાં કાચ એવી રીતે ફીટ કરવામાં...

જાણો જયપુરનો એક એવો કિલ્લો કે જેમાં કાચ એવી રીતે ફીટ કરવામાં આવ્યો છે કે આખા કિલ્લામાં પ્રકાશ પડે છે.

737

આમેર કિલ્લો રાજસ્થાનની રાજધાની જયપુરનુ ગૌરવ છે. રાજસ્થાનના ઐતિહાસિક કિલ્લાઓ માત્ર દેશમાં જ નહી પરંતુ વિશ્વભરમા પ્રખ્યાત છે. રાજસ્થાનની રાજધાની જયપુરમા આવેલ આમેર કિલ્લો અહી સૌથી વધુ ચર્ચિત સ્થળો માનો એક છે. ૧૬ મી સદીમા બનેલ આ કિલ્લો રાજસ્થાની કલા અને સંસ્કૃતિનુ અદભૂત ઉદાહરણ છે. આ કિલ્લો એક સુવર્ણ યુગનો સાક્ષી છે. તે સ્થાનિક મીણાઓ દ્વારા બનાવવામા આવ્યો હતો. ઉચી ટેકરી ઉપર બનેલો આમેર કિલ્લો દૂરથી ખુબજ સુંદર લાગે છે. જો તમને ઇતિહાસમા રુચિ છે તો તમને આ કિલ્લાને લગતી રસપ્રદ વસ્તુઓ જાણવામા આનંદ આવશે. તો ચાલો જાણીએ આ કિલ્લાને લગતી કેટલીક રસપ્રદ વાતો.


આમેર અથવા અંબર કિલ્લાનુ નામ માતા અંબા દેવીના નામ ઉપરથી રાખવામા આવ્યુ છે. અહી રહેતા માણસોને માતા દુર્ગા પ્રત્યે ઊંડી આસ્થા હતી અને તેમણે આ કિલ્લાનુ નામ તેમની માતાના નામ ઉપર રાખ્યુ હતુ. બીજી દંતકથા એવી છે કે આ કિલ્લાનુ નામ અંબીકેશ્વર નામ પર રાખવામા આવ્યુ હતુ જે ભગવાન શિવનું એક સ્વરૂપ છે. આ કિલ્લામા એક તરફ વિશાળ કોરિડોર છે તો બીજી બાજુ સાંકડી ગલીઓ છે. મોગલ અને રાજપૂત સ્થાપત્યનુ આ એક અનોખુ ઉદાહરણ છે. આમેર કિલ્લાની સામે બનેલ તળાવ કિલ્લાની સુંદરતાને વધારે છે.

આ કિલ્લો બનાવવામા 100 વર્ષ લાગ્યા હતા :- આમેરનો કિલ્લો રાજા માનસિંહના સમયમાં ૧૬ મી સદીમા બનવા લાગ્યો હતો પરંતુ તેનુ નિર્માણ રાજા સવાઈ જયસિંહ બીજા અને રાજા જયસિંહ આઈના સમયમા ચાલુ રહ્યુ હતુ. આ રાજાઓના પ્રયત્નોને કારણે આ કિલ્લો ત્યાર થયો હતો.

આ રાજાઓએ આ કિલ્લાની સ્થાપત્ય પર વિશેષ ધ્યાન આપ્યુ હતુ જેને કારણે તેને બનાવવામા લાંબો સમય લાગ્યો હતો. રાજા માનસિંહના શાસનકાળ દરમિયાન રાજા સવાઈ જયસિંહ બીજા અને રાજા જયસિંહને 100 વર્ષ વીતી ગયા.
આમેરના કિલ્લામા શીલા દેવી મંદિર આવેલ છે.

આ મંદિરની પાછળ એક રસપ્રદ વાર્તા છે. એવુ માનવામા આવે છે કે માતા કાલી રાજા માન સિંઘના સપનામા દેખાઇ હતી અને તેમને જેસુર (બાંગ્લાદેશની નજીકનું સ્થળ) ની નજીક પોતાની પ્રતિમા શોધવા કહ્યુ હતુ. રાજા માન સિંહે માતાના આદેશનુ પાલન કર્યું પરંતુ ત્યા માતાની મૂર્તિ મળવવાને બદલે તેને એક મોટો પથ્થર મળ્યો.

આ પથ્થરમા શીલા દેવીની મૂર્તિ શોધવા માટે સાફ કરવામા આવ્યો હતો આ રીતે અહી શીલા દેવીનુ મંદિર બની ગયુ હતુ. આજે પણ ભક્તોની આ મંદિર પ્રત્યે ઊંડી આસ્થા છે.

કાચનો મહેલ :- તે કિલ્લાની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. આ બિલ્ડિંગની વિશેષતા એ છે કે અહી કાચ એવી રીતે સ્થાપિત કરવામા આવ્યા છે કે જ્યારે તેમા પ્રકાશ પ્રગટાવવામા આવે ત્યારે આખી ઇમારત ઝગમગી ઉઠે. બોલિવૂડ ડિરેક્ટર માટે આ સ્થાન પસંદગીનુ રહ્યું છે. દિલીપકુમાર અને મધુબાલાની ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ ગીત ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ નું શૂટિંગ અહી કરવામા આવ્યું છે.

જયગઢ કિલ્લો :- જયગઢનો કિલ્લો આમેરના કિલ્લાની નજીક આવેલ છે. આ કિલ્લો રાજાની સેના માટે બનાવવામા આવ્યો હતો. તમને આ જાણીને રસપ્રદ લાગશે કે આમેરના કિલ્લાથી ૨ કિ.મી. લાંબી ટનલ બનાવવામા આવી હતી જે જયગઢ કિલ્લા સાથે જોડાયેલ છે.આ ટનલ યુદ્ધ જેવી પરિસ્થિતિઓ માટે બનાવવામા આવી હતી જેથી રાજાને મહેલમાંથી સુરક્ષિત બહાર કાઢી શકાય. આ પ્રકારનુ આયોજન સ્પષ્ટ રીતે બતાવે છે કે પહેલાના રાજાઓ વ્યૂહરચનાની દ્રષ્ટિએ કેટલા કાર્યક્ષમ હતા.

ગણેશ પોલ :- આ આમેરના કિલ્લાનુ પ્રવેશદ્વાર છે જ્યાંથી મહારાજા મહેલમા પ્રવેશતા હતા. ગણેશ પોલ ઉપરની તરફ એક નાનો ઝરુખો દેખાય છે. આ બારી ફક્ત આ સુંદર સ્થાપત્યનો એક ભાગ જ ન હતો પરંતુ તે અહી વસતી રાણીઓને ધ્યાનમા રાખીને બનાવવામા આવી હતી જેથી તેઓ આસપાસના સુંદર દૃશ્યો જોઈ શકે. પહેલાના સમયમા રાજવી ઘરની મહિલાઓને લોકોની વચ્ચે જવાની મંજૂરી નહોતી તેથી મહેલમા તેમના મનોરંજન માટેની તમામ વ્યવસ્થા કરવામા આવી હતી.