અમેરિકાના નજીકના ગુયાનાના જોસટાઉનનો આ મામલો છે. તમે આવી ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યુ હશે જેમા પરિવારના ઘણા સભ્યો એક સાથે મરી ગયા હોય અથવા બધાએ સાથે મળીને આત્મહત્યા કરી હોય. પરંતુ યુ.એસ. નજીકના ગયાનાના જોસટાઉનમા એક સાથે ૯૦૦ થી વધુ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી. એવુ કહેવામા આવે છે કે તેમણે અંધશ્રદ્ધાને કારણે આવુ કર્યું હતુ.
૯૦૦ થી વધુ લોકોએ ઝેર પી ને આત્મહત્યા કરી હતી અને જેમણે ઝેર પીવાનો ઇનકાર કર્યો હતો તેમને બળજબરીથી ઝેર અપાયુ હતુ. ૧૮ નવેમ્બર ૧૯૭૮ ના રોજ એટલે કે ૪૦ વર્ષ પહેલા જીમ જોન્સ નામના ધાર્મિક શિક્ષક આ ઘટનામા સામેલ થયા હતા. તે પોતાને ભગવાનનો અવતાર કહેતા હતા. પોતાની અંધ્શ્રાધાનો દબદબો વધારવા માટે તેણે ૧૯૫૬ મા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાના નામે પીપલ્સ ટેમ્પલ એટલે કે લોકોનુ મંદિર નામનુ એક ચર્ચ બનાવ્યુ હતુ.
તેમણે ધાર્મિક વાતો અને અંધશ્રદ્ધા દ્વારા હજારો લોકોને તેમના અનુયાયીઓ બનાવ્યા. જીમ જોન્સ તેમના અનુયાયીઓ સાથે આખો દિવસ કામ કરતો હતો કે પછી તે સ્ત્રી હોય કે પુરુષ અને જ્યારે અનુયાયીઓ રાત્રે થાકથી સૂઈ જાય ત્યારે પણ તે તેમને સૂવા દેતો નહી અને ભાષણ શરૂ કરતો હતો. આ સમય દરમિયાન તેના સૈનિકો ઘરે ઘરે જઈ જોતા હતા કે કોઈ સૂઈ રહ્યુ તો નથી.
જીમ સામ્યવાદી વિચારધારાનો હતો તેથી તે શહેરથી દૂર તેમના અનુયાયીઓ સાથે ગુયાનાના જંગલોમા રહેતો હતો. લોકો જીમની દરેક વસ્તુ સ્વીકારી લેતા હતા. પરંતુ અમેરિકન સરકારને ત્યા થતી પ્રવૃત્તિઓ વિશે જાણ થઈ. સાથો-સાથ જિમને પણ તેના વિશે ખબર પડી.
આવી સ્થિતિમા તેમણે અનુયાયીઓને એક જગ્યાએ એકઠા થવા કહ્યુ અને તેમણે કહ્યુ કે યુએસ સરકાર આપણી ઉપર ગોળીઓ ચલાવે તે પહેલા આપણે પવિત્ર પાણી પીવુ જોઈએ. આમ કરવાથી આપણે ગોળીઓની પીડાથી બચી જશુ . તેણે પહેલેથી જ ટબમા ખતરનાક ઝેર ભેળવીને સોફ્ટ ડ્રિંક બનાવ્યુ હતુ અને લોકોને તે પીવા માટે આપ્યુ અને ૯૦૦ લોકોને આવી રીતે મારી નાખ્યા હતા.