Home અજબ-ગજબ જાણો ઇન્ડોનેશિયામાં શા માટે જ્વાળામુખીના મુખ પર ગણેશજીની મૂર્તિ મૂકવામા આવી છે....

જાણો ઇન્ડોનેશિયામાં શા માટે જ્વાળામુખીના મુખ પર ગણેશજીની મૂર્તિ મૂકવામા આવી છે. શું છે તેનું રહસ્ય.

262

દેશભરમા ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ પર્વની ઉજવણી કરવામાં આવે છે અને વિઘ્નહર્તા વિવિધ સ્થળોએ સ્થાપિત કરવામા આવે છે. દેશના લગભગ તમામ ગણેશ મંદિરો શણગારવામા આવે છે અને લોકો દરરોજ પૂજા અને આરતી કરે છે. જ્યારે વિવિધ ગણેશ પંડાલોમા મૂર્તિ સ્થાપિત કરવાની માન્યતાનુ પોતાનુ અલગ જ સ્થાન છે. પ્રખ્યાત ગણેશ મંદિરોનુ પોતાનુ મહત્વ હોય છે કે તે પ્રદર્શિત થાય. જેમ મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન આજકાલ ખૂબ જ શુભ માનવામા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમા જ નહી પણ ઇન્ડોનેશિયામા પણ ઘણા ગણેશ મંદિરો છે. ઇન્ડોનેશિયાના એક જ્વાળામુખીન મુખે ૭૦૦ વર્ષથી ગણપતિ બિરાજમાન છે.

વાત કરવામા આવી રહી છે ઇન્ડોનેશિયાના સક્રિય જ્વાળામુખી માઉન્ટ બ્રોમો ઉપર બિરાજમાન ગણપતિની પ્રતિમા વિશે. આ એક લોકવાર્તા છે પરંતુ સ્થાનિક લોકોનુ માનવુ છે કે આ પ્રતિમા ત્યા ૭૦૦ વર્ષોથી છે. ઇન્ડોનેશિયાના ૧૪૧ જ્વાળામુખીમાંથી ૧૩૦ હજી પણ સક્રિય છે અને તેમાંથી એક માઉન્ટ બ્રોમો છે. તે પૂર્વ જાવા પ્રાંતના બ્રોમો ટેન્ગર સેમેરુ રાષ્ટ્રીય ઉદ્યાનમા સ્થિત છે.

જાપાનીઝ ભાષામા બ્રોમોનો અર્થ બ્રહ્મા છે પરંતુ આ જ્વાળામુખીમા ગણેશજીનુ વિશેષ સ્થાન છે. સ્થાનિક લોકોનુ માનવુ છે કે જ્વાળામુખીના મુખમા ઉપર રહેલી મૂર્તિ અહીંના લોકોને સુરક્ષિત રાખે છે. ઇન્ડોનેશિયામા મોટી સંખ્યામાં હિન્દુઓ છે અને અહી મંદિરોની કમી નથી. અહી ગણેશ મંદિરથી શિવ મંદિર સુધી ઘણા ભગવાન જોવા મળશે.

તેંગગીઝ લોકો જાવા પ્રાંતમા રહે છે. તેઓ માને છે કે તેમના પૂર્વજોએ આ મૂર્તિ સ્થાપિત કરી હતી. અહી ગણપતિની ઉપાસના ક્યારેય અટકતી નથી. ભલે અહી કોઈ વિસ્ફોટ થાય. ખરેખર તે એક પરંપરા છે. ‘યાદનયા કાસડા’ નામની આ પરંપરા વર્ષના એક ખાસ દિવસે ઉજવવામાં આવે છે. તે ૧૫ દિવસનો ઉત્સવ છે જેની ઉજવણી સ્થાપના સમયથી કરવામા આવે છે.

ગણેશજી ની મૂર્તિ ઉપર પૂજન સમયે ફળો, ફૂલો અને પ્રસાદીના સ્વરૂપે બકરીની બલી ચડાવવામા આવે છે. એવુ માનવામા આવે છે કે જો આ કરવામા નહી આવે તો જ્વાળામુખીનો પ્રકોપ અહીના લોકોને ભસ્મ કરી નાખશે.
બ્રહ્માનું મંદિર અહી ચડતા પહેલા જોવા મળે છે. જો તમે જ્વાળામુખીની નીચે આ મંદિરની અંદર જાઓ તો પણ ભગવાન ગણેશ તમારું સ્વાગત કરશે.

આ મંદિરને પુરા લુહુર પોટેન કહેવામા આવે છે. આ સ્થાન પર જે પણ મૂર્તિઓ છે તે જ્વાળામુખી ઉપર ચડતા હોય કે જ્વાળામુખીના મુખે મૂકેલી ગણેશની મૂર્તિ તે બધી અહીના પથ્થરોમાંથી બનેલ છે. જ્વાળામુખી ફાટી નીકળ્યા પછી પણ આ શિલ્પો એવાને એવા છે.આને સામાન્ય પર્યટક સ્થળ માનવુ યોગ્ય નથી.

અહીં આવવા માટે વ્યક્તિએ ખૂબ જ મહેનત કરવી પડશે. તે બાલી જેવું નથી પરંતુ અહી જવા માટે તમારે પહેલા સુરાબાયા આંતરરાષ્ટ્રીય વિમાનમથકની ફ્લાઇટ લેવી આવશ્યક છે તે પછી તમારે ડમરી બસ લેવી પડશે અને પુરાબાયા બસ ટર્મિનલ પર જવુ પડશે. અહી જવા માટે બસવાળાને પ્રથમ બોલવુ પડશે કારણ કે તે કોઈ સત્તાવાર બસ સ્ટોપ નથી. પાછા ફરવા માટે મીની વાન મળી જશે. જો તમે અહીં રાત રોકાવાનું વિચારી રહ્યાં છો, તો હોમસ્ટે વધુ સારું રહેશે. કારણ કે નજીકની હોટલો થોડી ખર્ચાળ હોઈ શકે છે. લોજ વગેરે અગાઉથી તૈયાર કરો.