કાચિંડો ઘણીવાર પોતાનો રંગ નહિ પણ પોતાની ચમક પણ બદલે છે. તમે વારંવાર કાચિંડોને પોતાનો રંગ બદલતા જોયો હશે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે કાચિંડો કેમ અને કેવી રીતે પોતાના રંગમાં ફેરફાર કરે છે? ન વિચારો તો કોઈ બાબત નહિ આજે અમે તમને કાચિંડોના રંગ બદલવાની પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક બન્ને કારણો વિષે જણાવીશુ.
પહેલા આપણે કુદરતી કારણો વિશે વાત કરીએ. ભગવાન દરેક પ્રાણીને આ દુનિયામા પોતાના જીવન માટે કેટલીક વિશેષ કુશળતા આપે છે. આવી જ રીતે કાચિંડોને પણ કુદરતી બક્ષીસ મળી છે. તે પોતાની સુરક્ષા માટે રંગો બદલતો હોય છે. પોતાને ખતરાથી બચાવા માટે આવુ કરવુ પડે છે.
શિકારીઓથી બચવા માટે કાચિંડો પોતાના રંગને જ્યા બેઠો હોય તેના જેવો ધારણ કરી લે છે. આ ઉપરાંત કાચિંડો પોતાનુ પેટ ભરવા માટે શિકાર કરે છે. શિકાર દરમિયાન પણ તેઓ પોતાનો રંગ બદલાવે છે કારણ કે જ્યારે તેઓ પોતાનો રંગ બદલીને પોતાના શિકાર પાસે જાય છે ત્યારે તેને આભાસ થવા દેતા નથી એક જગ્યા પર ટકી રહીને કાચિંડો સરળતાથી શિકાર કરી લે છે.
અત્યારે વાત કરી રહ્યા છીએ વૈજ્ઞાનિક કારણની. તાજેતરના સંશોધનમા વૈજ્ઞાનીકોએ જણાવ્યુ હતુ કે કાચિંડો પોતાની આક્રમકતા, ગુસ્સો, અન્ય કાચિંડા પ્રત્યેનો પોતાનો મૂડ બતાવવા અને એકબીજા સાથે વાત કરવા જેવી જુદી-જુદી લાગણીઓ દર્શાવવા માટે રંગ બદલી નાખે છે. સંશોધનમા બતાવામા આવ્યુ છે કે કાચિંડો ફક્ત પોતાના રંગો જ નહી પોતાની ચમક પણ બદલે છે.
ભયની સ્થિતિમા તેઓ પોતાનો રંગ તેમજ આકાર બદલી નાખે છે. તેમની પાસે ફૂલીને પોતાના કદને વિસ્તૃત કરવાની એક અનોખી રીત છે. જિનીવા યુનિવર્સિટીના જીવ વૈજ્ઞાનિકો અનુસાર રંગ બદલાવા પાછળ કાચિંડો એક શારીરિક પ્રક્રિયા ધરાવે છે. કાચિંડો વાતાવરણ અનુસાર રંગ બદલાવે છે. કારણ કે તેની ત્વચા પર ફોટોનિક ક્રિસ્ટલ નામનુ એક સ્તર હોય છે.
આ સ્તર પ્રકાશના પ્રતિબિંબને કારણે અસર કરે છે આને કારણે પણ કાચિંડો બદલાયેલ રંગ દેખાય છે. ઉદાહરણ તરીકે જયારે કાચિંડો શાંત હોય છે ત્યારે ક્રિસ્ટલ પ્રકાશમા રહેલા વાદળી તરંગને પરિવર્તિત કરે છે. તે જ સમયે જ્યારે કાચિંડો ઉત્સાહિત હોય ત્યારે સ્ફટિકોનુ સ્તર થઈ જાય છે. જેના કારણે પીળો અને લાલ રંગ પ્રતિબિંબિત થાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર કાચિંડામા પણ સ્ફટિકોનોનુ બીજ સ્તર હોય છે. તેના સ્ફટિકો પ્રથમ સ્તર કરતા ઘણા મોટા છે. જ્યારે ખૂબ જ મજબૂત પ્રકાશ હોય ત્યારે તેને ગરમીથી સુરક્ષિત રાખે છે.