ભગવાન શિવનું નિવાસ સ્થાન કહેવાતા કૈલાસ પર્વત પર આવા ઘણા રહસ્યો છે જે આજ સુધી વણ ઉકેલાયેલા છે. પરંતુ આજે અમે તમને કૈલાસ પર્વતનના કેટલાક રહસ્ય જણાવીશુ. જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હશે. કૈલાસ પર્વત સાથે સંકળાયેલા હિન્દુ ધાર્મિક ગ્રંથોમા ઘણા જુદા-જુદા અધ્યાય છે. એવુ કોઈ શિવ મહિમા નથી કે જેની સાથે કૈલાસ પર્વતનુ નામ ન આવે.
પૌરાણિક માન્યતાઓમા કૈલાસને કુબેરનુ શહેર તરીકે વર્ણવવામા આવ્યુ છે. છેવટે તે કયુ કારણ હોઈ શકે છે કે તે એવરેસ્ટથી પણ ઓછી ઉચાઈ હોવા છતા પણ પર્વતારોહક કૈલાસ પર્વત સર કરી શક્યા નથી. કૈલાસે કેટલીક રહસ્યમય કથાઓ પોતાની છાતીમા દબાવેલ રાખી છે .જેના પર નાસાએ પણ બોલવાનુ બંધ કરી દીધુ છે.
નોંધપાત્ર રીતે પૃથ્વીની એક તરફ ઉત્તર ધ્રુવ છે, અને બીજી બાજુ દક્ષિણ ધ્રુવ છે. હિમાલય બંને વચ્ચે આવેલ છે. અને કૈલાસ પર્વત હિમાલયનુ કેન્દ્ર છે. વૈજ્ઞાનિકોના મતે તે પૃથ્વીનુ કેન્દ્ર છે. આ કેન્દ્રમા પ્રવેશ્યા પછી અહીંનુ ” દિશા સૂચક ” (કંપાસ) પણ યોગ્ય રીતે કાર્ય કરતુ નથી. આ કેન્દ્ર વિશ્વના ૪ મુખ્ય ધર્મો – હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મનુ કેન્દ્ર છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર સંતો કૈલાસના વાતાવરણમા રહે છે. આ ધર્મોના નિષ્ણાતો કહે છે કે અહી ફક્ત સંતો જ વસે છે. એક મીડિયાના અહેવાલ મુજબ એક રશિયન વૈજ્ઞાનિક જેણે કૈલાસ પર્વત અને તેની આસપાસનો અભ્યાસ કર્યો છે જ્યારે તે તિબેટના મંદિરોમા ધાર્મિક નેતાઓને મળ્યા ત્યારે કહ્યુ કે કૈલાસ પર્વતની આજુબાજુ એક અલૌકિક ઉર્જા વહે છે જેમા સંન્યાસી આજે છે.
જેમા આધ્યાત્મિક ગુરુઓ આજે પણ ટેલિપેથિક સંપર્કો કરે છે. હવે કેટલુ સાચુ અને કેટલુ ખોટુ. વૈજ્ઞાનિકો પોતાનુ સંશોધન કરી રહ્યા છે. પરંતુ આપણે એ પણ નામંજૂર કરી શકતા નથી કે અહી કેટલીક શક્તિ છે જેના કારણે કૈલાસ પર્વત આજે પણ અજય બની રહ્યો છે.