જાણો ભગવાન કાળ ભૈરવના જન્મની અનોખી કથા, શા માટે તેમણે કાપી નાખ્યું હતું બ્રહ્માજીનું મસ્તક…

ધાર્મિક

શાસ્ત્રો અનુસાર ભગવાન કાળ ભૈરવનો જન્મ માગશર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે થયો હતો. કાળ ભૈરવ જયંતિના દિવસે ભગવાન કાળ ભૈરવની વિધિ સાથે પૂજા કરવામાં આવે છે. કાળ ભૈરવે બ્રહ્માજીનું મસ્તક કાપી નાખ્યું હતું. તેની પાછળ એક ખૂબ જ રસપ્રદ કહાની છે. તો ચાલો જાણીએ આ રસપ્રદ કહાની વિષે…

શિવપુરાણ અનુસાર, એકવાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે શિવજી ત્રણેય દેવો વચ્ચે વિવાદ ઉભો થયો હતો. આ વિવાદ એ હતો કે, ત્રણેયમાં શ્રેષ્ઠ કોણ છે. તે દરમિયાન બ્રહ્માજીએ ભગવાન શંકરની નિંદા કરી, જેના કારણે ભગવાન શિવ ખૂબ ક્રોધિત થયા.

ક્રોધમાં આવી ભગવાન શિવએ તેના રૌદ્ર રૂપથી કાળ ભૈરવને જન્મ આપ્યો. કાળ ભૈરવએ ભગવાન શિવના અપમાનનો બદલો લેવા માટે તેના નખ વડે બ્રહ્માજીનું મસ્તક કાપી નાખ્યું, કારણ કે તેમણે ભગવાન શિવની નિંદા કરી હતી. આ કારણોસર તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું.

બ્રહ્માની હત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવએ કાળ ભૈરવને પૃથ્વી પર જઈને પ્રાયશ્ચિત કરવાનું કહ્યું અને કહ્યું કે, જ્યારે બ્રહ્માજીનું કાપી નાખેલું મસ્તક હાથમાંથી પડી જશે, ત્યારે તમને તમારી બ્રહ્માની હત્યાના પાપથી મુક્તિ મળશે. આમ કાશીમાં કાળ ભૈરવની યાત્રા પુરી થઈ અને તે અહીં જ સ્થાપિત થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *