હિમાચલ પ્રદેશની પહાડીઓ વચ્ચે એક એવું તળાવ છે જ્યાં લાખો કરોડો નહિ પરંતુ આપણી કલ્પના બહારનો ત્યાં ખજાનો રહેલો છે. તે તળાવમાં દર વર્ષે ખજાનો વધતો જ ચાલ્યો જાય છે. જેમાં લાખો રૂપિયાની નોટો આપણને ઉપર જ જોવા મળે છે. કમૃનાગ ઝીલ લગભગ મંડી જીલ્લાથી લગભગ 60 કિલોમીટર દુર આવેલું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર તળાવમાં ભક્તો સોના અને ચાંદીના ઘરેણા અથવા તો રૂપિયા આ તળાવમાં નાખે છે. આ તળાવમા રહેલ સંપત્તિ પર દેવતાઓનો અધિકાર માનવામા આવે છે.
દેશમાં એવી અનેક રહસ્યમય જગ્યાઓ છે જેનુ રહસ્ય આજ સુધી ઉકેલાયુ નથી. આવો જ એક ખજાનો હિમાચલ પ્રદેશના તળાવમા રહેલ છે. અરબોની સંપત્તિ હોવા છતા આજ સુધી કોઈએ તેને બહાર કાઢવાની હિંમત કરી નથી. કારણ કે સર્પ દેવ પોતે ખજાનોની રક્ષા કરે છે.
હિમાચલ પ્રદેશથી ૬૦ કિલોમીટર દૂર રોહાડા ના ગાઢ જંગલોમા સ્થિત આ તળાવનું નામ કમરૂનાગ તળાવ છે. એવુ કહેવામા આવે છે કે અહી ખૂબ પ્રખ્યાત મંદિર છે જે આ તળાવની કાંઠે આવેલુ છે. એવુ માનવામા આવે છે કે જે મંદિરે દર્શન કરવા આવતા હોય તેઓ આ તળાવમા સોના-ચાંદીના આભૂષણ અને પૈસા મૂકે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે.
આ તળાવમાં પડેલો ખજાનો દેવતાઓનો માનવામા આવે છે. મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ તળાવની અંદર ખજાનોની રક્ષા કરનાર ખતરનાક સાપ છે જે પણ તે ખજાનો દૂર કરવાનો પ્રયાસ કરે છે તેને જોખમી પરિણામો ભોગવવા પડે છે. તેથી જ આજ સુધી કોઈએ તેને દૂર કરવાની હિંમત કરી નથી. એવુ માનવામા આવે છે કે આ તળાવ સીધુ પાતાળ લોકમા જાય છે તેથી જે વ્યક્તિ અહીં વ્રત માંગે છે તેની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. ઇચ્છા પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ અહી ફરી આવે છે અને પોતાની ખુશીથી તળાવમા સોના અથવા ચાંદીના આભૂષણ નાખે છે.