જાણો કારગીલ યુદ્ધ માં જવાવાળી પહેલી મહિલા પાઈલટ વિષે કે જેને શૌર્યચક્ર થી નવાજવામાં આવી હતી.

360

કારગિલ યુદ્ધમા બહાદુરીપૂર્વક પોતાનું મિશન પૂરું કરવા પર ગુંજન સક્સેના ને શૌર્ય ચક્ર થી નવાજવામાં આવ્યા હતા. તે પહેલી મહિલા પાઈલટ હતી જેને સન્માન મળ્યુ હતુ. વર્ષ ૧૯૯૯ માં કારગિલ યુદ્ધમા ભારત પાકિસ્તાનની સેના સામે હતી. બંને તરફથી લગાતાર ગોળીબાર થઈ રહ્યો હતો .ઘણા ભારતીય સૈનિક ઘાયલ થયા હતા તેમ છતાં પણ લડતા રહ્યા હતા. ભારતીય વાયુ સેના એકધારી સૈનિકોને મદદ પહોંચાડી રહી હતી અને પાકિસ્તાની સેનાનો પણ સામનો કરી રહી હતી.

એક સમય એવો આવ્યો જ્યારે ભારતીય વાયુ સેનાને કારગિલ યુદ્ધની બટાલિયન અને દ્રાસ ઘાટીઓમા ફસાયેલા પોતાના ઘાયલ જવાનોને સુરક્ષિત લાવવા માટે ની જરૂર હતી. મોટા ભાગના પુરુષ પાઇલોટ પહેલેથી જ ડ્યુટી પર હતા. એવામાં વાયુસેનાને પોતાની મહિલા પાયલોટોની મદદ લેવા માટેનો વિચાર આવ્યો જેથી મહિલા પાયલટ ને મદદ માટે મોકલવામાં આવી હતી.

આવુ પહેલીવાર બન્યુ હતુ કે યુદ્ધ ક્ષેત્રે મહિલા પાયલોટ ને મોકલવામા આવી હોય. ગુંજન સક્સેના નો જન્મ અને પાલન પોષણ એક એવા પરિવારમા થયુ હતુ જ્યા પોતાની પહેલા દેશને રાખવામાં આવતો હોય. તેમના પિતા અને ભાઈ ભારતીય સેનામાં કાર્યરત હતા. ગુંજન એ દિલ્હી યુનિવર્સિટીના હંસરાજ કોલેજમા અભ્યાસ કર્યો હતો.

તેમણે ફ્લાયિંગ કલબ મા દાખલો લીધો. શરૂઆતમા આ તેમના માટે વોકેશનલ કોર્સ હતો. પરંતુ જ્યારે તેને ખબર પડી કે પહેલીવાર ભારતીય સેનામા મહિલાઓની ભરતી થઈ રહી છે. ત્યારે તેમને એસ.એસ.બી પાસ કરીને ભારતીય વાયુસેનામા પોતાની જગ્યા બનાવી લીધી વર્ષ ૧૯૯૪ મા ભારતીય વાયુસેના ની પહેલી મહિલા પાયલોટ ટ્રેની બેચ નો હિસ્સો હતી.

આ બેચમાં ગુંજન ની સાથે શ્રી વિદ્યા રાજન સહિત બીજી ૨૩ છોકરીઓ ટ્રેનિંગ લઇ રહી હતી. ત્યારે મહિલાઓને યુદ્ધ ક્ષેત્રે મોકલવામા ન આવતી હતી કારણ કે ત્યારે ધારણા હતી કે મહિલાઓ યુદ્ધ ક્ષેત્રે તણાવ અને ખરાબ હાલતને ઉપાડી નહીં શકે? જોકે આ મહિલા પાયલોટ એક મોકાની રાહ જોતી હતી પોતાની કાબિલિયત સાબિત કરવા માટે.

આ મોકો ૧૯૯૯ ના કારગીલ યુદ્ધ વખતે આવી ગયો. સેનાને પોતાના ઘાયલ સૈનિકો સુધી દવા, ભોજન અને જરૂરી મદદ પહોંચાડવા માટે એર પાયલોટ જોતી હતી. પહેલી વાર ગુંજન અને તેમની સાથી શ્રી વિદ્યા રાજન ને યુદ્ધ ક્ષેત્રે મોકલવાનો ફેસલો કરવામા આવ્યો. ગુંજન ત્યારે ફક્ત ૨૫ વર્ષની હતી. ગુંજન ને પૂછવામા આવ્યો કે તુ આ કાર્ય કરીશ તો તેને તરત જ હા પાડી દીધી હતી.

તેને ખબર હતી કે આ મિશન સરળ નહીં હોય પણ તેને પાકિસ્તાની સેનાની ગોળીબારી અને એરક્રાફ્ટના હમલા થી બચીને પોતાના સાથીઓની મદદ કરવાની હતી પરંતુ તેને પોતાની જાત ઉપર ભરોસો હતો કે તે આ કાર્ય કરી શકશે.
ગુંજન અને શ્રી વિદ્યા રાજન બન્ને એ પોતપોતાના હેલિકોપ્ટરમા ઉડાન ભરીને પાકિસ્તાનની સેનાના હુમલાથી પોતાને બચાવતા પોતાના સૈનિકો સુધી મદદ પહોંચાડી.

તેમણે દ્રાસ અને બટા લીકની ઘાટીઓમા દવા અને ભોજન પહોંચાડી ને પોતાના ઘાયલ સૈનિકોને પાછા પણ લઇ ને આવ્યા. સાથે-સાથે આ બંને મહિલા પાયલોટનુ બીજુ કામ હતુ કે પાકિસ્તાની સેના નુ નિરીક્ષણ કરવાનુ. તેમણે ૧૩૦૦૦ ફૂટની ઉંચાઈથી પોતાનો હેલિકોપ્ટર હેલિપેડ પર ઉતાર્યું હતુ. જે નવા પાયલોટ માટે સરળ ન હતું.

એકવાર ગુંજન ઉડાન ભરી રહી હતી તો પાકિસ્તાનની સેનાએ હેલિકોપ્ટર પર મિસાઇલ છોડી હતી. હેલિકોપ્ટર આ હુમલાથી માંડ માંડ બચ્યું હતું અને મિસાઈલ પાસેની એક ચટ્ટાન સાથે ટકરાણી મોતને આટલુ નજીકથી જોયા બાદ પણ ગુંજન નો હોસલો તૂટ્યો નહી.

યુદ્ધના દિવસોમા ગુંજને ઘણા સૈનિકોને મદદ કરી હતી. તે પોતાની સાથે એક રાયફલ અને નાની બંદૂક રાખતી હતી કારણ કે જો કોઈ દુશ્મનોનો સામનો કરવો પડ્યો હોય તો તે પૂરી રીતે તૈયાર હોય. કારગિલ યુદ્ધમા પોતાનુ સાહસ અને હિંમત ને શૌર્યચક્ર થી નવાજવામા આવ્યુ હતુ આ એક પહેલી મહિલા ઓફિસર હતી જેને આ સન્માન મળ્યું હોય.

તે સમયે ભારતીય સેનામાં મહિલાઓ માટે ખૂબ ઓછા મોકા હતા અને આજ કારણે ગુંજન અને શ્રી વિદ્યાનુ ઓફિસર રૂપે કરિયર સાત વર્ષમાં સમાપ્ત થઈ ગયુ. થોડા સમય પહેલાં જ ત્રણ મહિલા પાયલોટ અવની ચતુર્વેદી, ભાવના કાન્તા અને મોહનો સિંહને ભારતીય વાયુ સેનાએ ફાઈટિંગ સ્કોડ મા સામેલ કર્યા છે. ગુંજન સક્સેનાને આજે પણ કારગીલ ગર્લ ના નામથી ઓળખવામા આવે છે. તેમની જિંદગી પર આધારિત ફિલ્મ પણ બની રહી છે. જેમાં અભિનેત્રી જાનવી કપૂર તેનો રોલ નિભાવી રહી છે.

Previous articleશું તમે જાણો છો કે ચીન પછી વિશ્વની સૌથી લાંબી દીવાલ રાજસ્થાનના ક્યાં કિલ્લામાં આવેલી છે.
Next articleજાણો ડાયનોસોરમાં પણ મનુષ્ય જેવી ઘાતક બીમારી હતી, જે તેના ખુબજ જુના હાડકાના સંશોધનમાં બહાર આવી છે.