Homeરસપ્રદ વાતોજાણો દેશના પ્રખ્યાત કવિ રાહત ઇન્દોરી વિશેની ખાસ ૧૦ બાબત વિશે.

જાણો દેશના પ્રખ્યાત કવિ રાહત ઇન્દોરી વિશેની ખાસ ૧૦ બાબત વિશે.

દેશના પ્રખ્યાત કવિ રાહત ઇન્દોરી હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમણે ઈન્દોરની અરોબિંદો હોસ્પિટલમા મંગળવારે સાંજે લગભગ ૪ વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. હોસ્પિટલના ડોક્ટરે કહ્યું કે રાહત ઈંદોરીનુ મોત હાર્ટ એટેકથી થયુ હતુ. બીજી તરફ, ઈન્દોરના જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષસિંહે કહ્યુ કે સોમવારે રાહત ઇન્દોરીએ ન્યુમોનિયાની ફરિયાદના આધારે કોરોના તપાસ કરાવી હતી. મંગળવારે સવારે તેનો અહેવાલ રીપોર્ટ પોજીટીવ આવ્યો છે. તેમણે ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. આ સમાચાર આપ્યાના થોડા કલાકો પછી તેમના મૃત્યુના સમાચારથી બધાએ શોકમા ગરકાવ કરી થઈ ગયા હતા. રાહત ઇન્દોરી કવિ તરીકે ઓળખાય છે પરંતુ તેઓ કવિતા સિવાય પણ ઘણુ કરતા હતા.. આજે અમે તમને તેની યાદમા તેને લગતી ૧૦ રસપ્રદ વાતો જણાવી રહ્યા છીએ.

૧) રાહત ઇન્દોરીનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ ઈન્દોરમા ટેક્સટાઇલ મિલના કર્મચારી રફતુલ્લાહ કુરેશી અને મકબૂલ ઉન નિશા બેગમને ત્યા થયો હતો.

૨) રાહત ઇન્દોરીના તમામ અધ્યયન ઇન્દોરમા થયા છે. તેમણે પ્રારંભિક શિક્ષણ નૂતન સ્કૂલ ઇન્દોર ખાતે મેળવ્યુ હતુ. આ પછી ૧૯૭૩ મા તેમણે શહેરની ઇસ્લામિયા કરીમિયા કોલેજમાંથી સ્નાતક પૂર્ણ કર્યું હતુ. ત્યારબાદ ૧૯૭૫ મા તેમણે ભોપાલની બરકતુલ્લાહ યુનિવર્સિટીમાંથી ઉર્દૂ સાહિત્યમાં એમ.એ કર્યું હતુ.

૩) રાહત ઇન્દોરીએ ૧૯૮૫ મા મધ્ય પ્રદેશના ભોજ ઓપન યુનિવર્સિટીમાંથી ઉર્દૂ સાહિત્યમા પીએચડી મેળવી હતી. જે બાદ તેમને ડોક્ટરનું બિરુદ મળ્યુ હતુ.

૪) રાહત ઇન્દોરી નુ મૂળ નામ રાહત કુરેશી હતુ. પરંતુ તે તેના ઈંદોર શહેરને ચાહે છે. આને કારણે તેમણે તેને પોતાના નામનો ભાગ બનાવ્યો.

૫) રાહત ઇન્દોરીએ ઈંદોરની ઇન્દ્રકુમાર કોલેજમાં ઉર્દૂ સાહિત્યના શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ટૂંક સમયમાં જ વિદ્યાર્થીઓ વચ્ચે લોકપ્રિય બન્યો હતો.

૬) રાહત ઇન્દોરીના પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી જેના કારણે તેને શરૂઆતના દિવસોમા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

૭) બહુ ઓછા લોકો જાણે છે પણ રાહત ઈંદોરી કવિ સાથે સારા ખેલાડી હતા. તે શાળા અને કોલેજ કક્ષાએ ફૂટબોલ અને હોકી ટીમના કપ્તાન પણ હતા.

૮) પરિવારની વાત કરીએ તો રાહત ઈંદોરીને બે મોટી બહેનો હતી જેનુ નામ તહેજીબ અને તકિબ હતુ. આ સિવાય તેને બે ભાઈઓ અકિલ અને આદિલ છે.

૯) પરિવારની કથળેલી આર્થિક સ્થિતિને કારણે રાહત ઈંદોરીએ ૧૦ વર્ષથી ઓછી વયે સાઇન-પેઇન્ટર તરીકે કામ કરવાનુ શરૂ કર્યું હતું. પરંતુ બાદમા તેને કામ કરવુ પસંદ હતુ અને તે એક સારા ચિત્રકાર તરીકે પણ ફેમસ છે.

૧૦) બહુ ઓછા એવા કવિઓ છે જેઓ કવિતા સિવાય રાહત ગીતો પણ લખતા હોય છે. રાહત એમાનો એક હતા. આ સિવાય તેમની કવિતા ‘બુલાતી હૈ મગર જાને કા નહીં’ જે ટિકટોક ઉપર ખૂબ વાયરલ થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments