નાના એવા મૂષકરાજ ભગવાન ગણેશનું વાહન કેવી રીતે બન્યા હતા, જાણો આ રસપ્રદ કહાની વિષે…

ધાર્મિક

ગણેશને બુદ્ધિ, સમૃદ્ધિ, વિદ્યા અને શુભતાના દેવ માનવામાં આવે છે. ભગવાન ગણેશ ગજમુખ છે તેથી તેમને ગજાનન પણ કહેવામાં આવે છે. ભગવાન ગણેશની ઉપાસનાથી બુદ્ધિ આવે છે. ગણેશની પૂજા કરવાથી કોઈ પણ અવરોધ વિના વ્યક્તિનું દરેક કાર્ય પૂર્ણ થાય છે. ભગવાન ગણેશનું શરીર ફોટાઓમાં અને મૂર્તિઓમાં રૂષ્ટ-પુષ્ટ બતાવવામાં આવ્યું છે, પરંતુ ભગવાન ગણેશનું વાહન એક નાનો ઉંદર છે. તેની પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે, તો ચાલો આપણે જાણીએ કે ભગવાન ગણેશે શા માટે મૂશકને તેનું વાહન બનાવ્યું હતું.

દંતકથા અનુસાર એકવાર સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે મળીને ગંભીર વિષય પર ચર્ચા કરી રહ્યા હતા. ત્યાં સભામાં ગંધર્વ અને અપ્સરાઓ પણ હાજર હતા. બધા દેવતાઓ દેવરાજ ઈન્દ્રની વાતને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. આ બેઠકમાં ક્રોંચ નામનો એક ગંધર્વ પણ હાજર હતો. તે દેવરાજની વાત સાંભળતો ન હતો અને અપ્સરાસ સાથે હાસ્યમાં મગ્ન હતો. આ બધું જોયા પછી ઇન્દ્રદેવે તેને હાવભાવમાં સમજાવ્યું, પરંતુ તેના પર કોઈ અસર ન થઈ કારણ કે, તે સમયે તે એક પ્રચંડમાં ડૂબી ગયો હતો. દેવરાજ તેના આ કૃત્યથી રોષે ભરાયા હતા, તેથી તેણે તેને ઉંદર બનવાનો શ્રાપ આપ્યો હતો.

દેવરાજના ઇન્દ્રના શાપને કારણે ક્રોંચ તરત જ ગંધર્વમાંથી ઉંદર બની ગયો. ઉંદર બન્યા પછી, તેણે સમગ્ર ઇન્દ્ર લોકમાં દોડવાનું શરૂ કર્યું. જ્યારે દરેક તેની આ હડકતથી પરેશાન થય ગયા ત્યારે ઇન્દ્રએ તેમને દેવલોકાની બહાર ફેંકી દેવાનો આદેશ આપ્યો, જેના પછી દ્વારપાલોએ ક્રોચને આકાશમાંથી ફેંકી દીધો. ક્રોચને સ્વર્ગની બહાર ફેંકી દેતાંની સાથે જ તે સીધા ઋષિ પરાશરના આશ્રમમાં પડ્યો. ત્યાં તેણે ગુસ્સેમાં આવિને ઉથલ-પુથલ કરવાનું ચાલુ કર્યુ. તેણે બધા વાસણો વીખી નાખ્યાં અને અનાજ ત્યાં રાખેલા બધાં ખોરાક વગેરેને હેઠા કરી નાખ્યા. એટલું જ નહીં પરંતુ, તેમણે ઋષિ-મુનિઓના કપડા અને તેમના ધાર્મિક પુસ્તકો પર તેના દાંત વડે કાપી નાખ્યા.

જ્યારે પાતાળ લોકમાંથી ઉંદરને શોધીને ગણેશજીની સામે લાવવામાં આવ્યા, ત્યારે ઉંદર ડરથી કંપવા લાગ્યો. મૂષકની આ સ્થિતિ જોઇને ગણેશ હસવા લાગ્યા. તેને હસતા જોઈને મૂષક પણ સામાન્ય થઈ ગયો અને તેણે ભગવાન ગણેશને કહ્યું કે, તમે જે ઇચ્છો તે માગી શકો છો. ભગવાન ગણેશ મૂષકની આ સાંભળ્યા પછી તે તેમની ઉપર બેઠા અને તેમને તેનું વાહન બનવાનું કહ્યું, પરંતુ તે નાનો ઉંદર ગણેશજીનો ભાર ઉપાડવામાં સક્ષમ ન હતો. તેથી તેણે ભગવાનને પ્રાર્થના કરી કે, ” હે ભગવાન, મને એટલી શક્તિ આપો કે હું તમારો ભાર સહન કરી શકું.” પછી ભગવાન ગણેશે તથાસ્તુ કહ્યું અને પછી મૂષક તેનું વાહન બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *