જાણો, કેવી રીતે થયો હતો શંખનો ઉદ્દભવ, માતા લક્ષ્મીને કેમ ખુબ જ પ્રિય છે શંખ…

297

પૂજા-પાઠમાં શંખ વગાડવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. તેનો અવાજ સાંભળવાથી મનમાં હકારાત્મક વિચારો ઉત્પન્ન થાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, શંખને પાણીમાં રાખવાથી વાતાવરણ શુદ્ધ થાય છે.

શાસ્ત્રોમાં શંખ ​​ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવે છે. પૂજા-પાઠમાં શંખ વગાડવાની પ્રથા યુગોથી ચાલી આવી રહી છે. ઘણા લોકો શંખને મંદિર રાખે છે અને તેને નિયમિત વગાડે છે. એવું માનવામાં આવે છે કે, શંખ માતા લક્ષ્મીનો ભાઈ છે. શંખને સમુદ્ર મંથનમાંથી નીકળેલ રત્ન એક માનવામાં આવે છે.

ધાર્મિક ગ્રંથો અનુસાર, શંખનો ઉદ્ભવ પણ લક્ષ્મીજી જેમ સમુદ્રમાંથી થયો છે, તેથી જ શંખને લક્ષ્મીનો ભાઈ કહેવામાં આવે છે. શંખની ગણતરી સમુદ્રના મંથનમાંથી નીકળેલા ચૌદ રત્નોમાં થાય છે. શંખને એટલા માટે શુભ પણ માનવામાં આવે છે કે, તેને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને તેના હાથમાં રાખે છે.

પૂજા-પાઠમાં શંખ વગાડવાથી વાતાવરણ પવિત્ર થાય છે. તેનો અવાજ સાંભળવાથી મનમાં હકારાત્મક વિચારો આવે છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, શંખમાં પાણી છાંટવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. શંખ વગાડવાથી ફેફસાંની કસરત થાય છે. પુરાણોમાં એ ઉલ્લેખ છે કે, જો શ્વાસ લેવામાં તકલીફ હોય તો દરરોજ શંખ વગાડવાથી શ્વાસ લેવાની સમસ્યામાં રાહત મળે છે. તેનાથી વાણીની ખામી પણ દૂર થાય છે. શંખમાં રાખેલા પાણીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ શંખમાં એવા ઘણા ગુણધર્મો છે, જે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે.

શંખના આકારને આધારે, તેના સામાન્ય રીતે ત્રણ પ્રકારો છે, દક્ષિણાવૃત્તિ શંખ, મધ્યાવૃત્તિ શંખ અને વામાવૃત્તિ શંખ. ભગવાન વિષ્ણુનો શંખ દક્ષિણાવૃત્તિ શંખ છે અને માતા લક્ષ્મીજીનો  શંખ વામાવૃત્તિ શંખ છે. જો ઘરમાં વામાવૃત્તિ શંખ રાખવામાં આવે, તો ઘરમાં ધન આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણ પાસે પંચજન્ય શંખ હતો, જેનો અવાજ કેટલાંક કિલોમીટર દૂર સુધી સંભળાતો હતો. પંચજન્ય શંખ ખૂબ જ દુર્લભ શંખ છે. એવું કહેવામાં આવે છે કે, મહાભારતના યુદ્ધમાં પાંડવ સૈન્યમાં આ શંખવગાડવામાં આવતો હતો, તેનો અવાજથી સમગ્ર યુદ્ધના મેદાનમાં દુશ્મન સૈન્યમાં ભય વ્યાપી જતો હતો.

Previous articleડેન્ગ્યુના તાવને દૂર કરવા માટે ખુબ જ ફાયદાકારક છે આ પાન.
Next articleદૂધ પીવાનું પસંદ નથી તો, કરો આ વસ્તુઓનું સેવન, જે તમારામાં શરીરમાં કરશે દૂધની કમી પુરી.