અશ્વસ્થામાંને એક શ્રાપ મળ્યો છે જે મુજબ તે આ પૃથ્વી પર આ વિશ્વના અંત સુધી હાજર રહેશે. આવી સ્થિતિમા એવો દાવો કરવામા આવે છે કે અશ્વસ્થામા શિવના આ મંદિરમા પોતાની જાતે પૂજા કરે છે. આ જગતમા દેવોના દેવ મહાદેવના કરોડો ભક્ત છે જે તેમની પૂજા કરે છે. તેમ છતા ભગવાન શિવના સેંકડો મંદિરો વિશ્વભરમા અસ્તિત્વ ધરાવે છે તેમાંથી એક મંદિર વિશે કહેવામા આવે છે કે અશ્વથામા પોતે પૂજા કરવા આવે છે.
અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે ઉત્તર પ્રદેશના કાનપુર શહેરના શિવરાજપુરમા આવેલ ખેરશ્વરધામ મંદિર છે. જેના વિશે એવુ કહેવામા આવે છે કે અશ્વસ્થામા પોતે અહીં આવે છે અને ભગવાનની પૂજા કરે છે. ઘણા લોકો આ વાત પર વિશ્વાસ કરશે નહી પરંતુ આ મંદિરની મુલાકાત લેતા ઘણા લોકોએ દાવો કર્યો છે કે રાત્રે આ મંદિરમા કંઈક અજુગતુ બને છે.
જ્યારે આ મંદિરના પૂજારીની વાત માનીએ તો જ્યારે તેમણે રાત્રે મંદિરની અંદર રહેવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમની અખોની રોશની ચાલી ગઈ હતી. ખરેખર પુજારી એ જાણવા માગતા હતા કે રાત્રે આ મંદિરમાં વિચિત્ર પ્રવૃત્તિઓ કેમ થાય છે, પણ આ ઘટનાને કારણે પૂજારીએ પોતાની દૃષ્ટિ ગુમાવી હતી.
હકીકતમા શિવજીના મુખ્ય શિવલિંગની પૂજા દરરોજ સવારે મંદિરમા થઈ ચુકી હોય છે અને તાજા ફૂલોથી શિવલિંગ ઉપર અભિષેક થઈ ચુક્યો હોય છે. આ ઘટના ઘણા સમયથી ચાલી આવે છે અને હવે લોકો રાત્રે પણ આ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા નથી. આ મંદિરમા આવતા ભક્તોનુ માનવુ છે કે એકવાર અહી આવ્યા પછી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.