જાણો ખોરાકની સાથે પાણી પીવાથી શરીરને થતા નુકસાન વિશે…

હેલ્થ

તમે જેટલું પાણી પીવો છો તેટલું તમારા શરીરને વધુ ફાયદો થાય છે. તેથી જ ડોક્ટર નિરોગી રહેવા માટે આખા દિવસ દરમિયાન આપણને પુષ્કળ પાણી પીવાની ભલામણ કરે છે. પરંતુ તેની સાથે તમે એ પણ સાંભળ્યું હશે કે કોઈએ પણ ખોરાક સાથે પાણી ન પીવું જોઈએ, કારણ કે આવું કરવાથી તમારા આરોગ્ય ઉપર ઘણી નકારાત્મક અસર થઈ શકે છે. આયુર્વેદમાં ખાધા પછી તરત જ પાણી પીવું એ ખૂબ જ ખરાબ ગણાવ્યું છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ખાધા પછી તરત જ પાણી પીવું તે ઝેર પીવા જેટલું જ નુકશાનકારક હોય છે, કારણ કે તેની સીધી અસર તમારી પાચક શક્તિ ઉપર પડે છે અને જો તમારી પાચક શક્તિ સારી ન હોય તો વ્યક્તિને ઘણા જીવલેણ રોગો થઈ શકે છે.

ખરેખર આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તે નાભિની ડાબી બાજુએ સ્થિત જઠરાગ્નિ માં જઈને પચે છે. ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાથી પેટમાં પાચન કરી મણિ જઠરા અગ્નિ બંધ થઇ જાય છે, જે સીધા પાચનને અસર કરે છે. તેથી ખાવાની થોડી વાર પછી હંમેશાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આર્યુવેદ કહે છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ ત્યારે જઠરાગ્નિ તમને પાચનમાં મદદ કરે છે, પરંતુ જો તમે ખોરાક ખાધા પછી તરતજ જો પાણી પીવામાં આવે છે, તો તે આ અગ્નિને બંધ કરી દે છે અને તેથી આપનો ખાધેલો ખોરાક યોગ્ય રીતે પચતો નથી.

આવી સ્થિતિમાં ખોરાક લેતી વખતે તરત પાણી પીવાથી તમારું પાચનતંત્ર વધુ ને વધુ નબળું પડે છે, સાથે જ તમને ગેસ ના કરીને છાતીમાં બળતરા ની સમસ્યાઓ આવી શકે છે. આયુર્વેદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ખાધા પછી તરત જ પાણી પીવાથી તમને ત્વચાના રોગો પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *