ગીતાંજલિ રાવને તેના અનોખા વિચારો માટે ‘કિડ ઓફ ધ યર’ નો ખિતાબ મળ્યો છે, જાણો આ એવોર્ડ મેળવનાર ગીતાંજલિ રાવની અનોખી કહાની વિષે…

463

ગીતાંજલિ રાવે તેમની અનોખી વિચારસરણી અને કાર્યથી બધાને પ્રભાવિત કર્યા છે. આ ભારતીય-અમેરિકન કિશોરીને યંગ સાયન્ટિસ્ટ તેમજ નવીનતા માટેનો એવોર્ડ પણ મળ્યો છે. ગીતાંજલિએ ગંદા પાણીથી લઈને સાયબર ગુંડાગીરી સુધીની ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ગીતાજલિ રાવને તેણી 11 વર્ષની હતી ત્યારથી જ તેમની નવી પ્રકારની શોધ માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે.

ગીતાંજલિ રાવ અમેરિકાના કોલોરાડોમાં રહે છે. આ સાથે ટાઇમ મેગેઝિન દ્વારા આ એવોર્ડ માટે પાંચ હજારથી વધુ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. અભિનેત્રી એન્જેલીના જોલીએ ગીતાંજલીનું ઇન્ટરવ્યુ લીધું હતું, જેમાં તે કહેતી જોવા મળી હતી કે જો હું કરી શકું તો કોઈ પણ કરી શકે છે. ગીતાંજલિ પહેલા પણ ઘણા એવોર્ડ જીતી ચૂકી છે. દૂષિત પાણીને શોધવા માટે ઓછી કિંમતના મશીનની શોધ માટે ગીતાંજલિને ટોચના યંગ સાયન્ટિસ્ટનો એવોર્ડ મળ્યો હતો. આટલું જ નહીં પરંતુ,11 વર્ષની ઉંમરે તેમને શ્રેષ્ઠ વિચારો માટે ફોર્બ્સ મેગેઝિનની ટોપ અંડર 30 ની સૂચિમાં સ્થાન આપવામાં આવ્યું છે.

અમેરિકાના તે કાંડથી ગીતાંજલીને સ્વચ્છ પાણીનાં સાધનો બનાવવાનો વિચાર આવ્યો. જેમાં મિશિગનના ફ્લિન્ટમાં અધિકારીઓએ પાણીના દૂષણ માટે હત્યાના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ગીતાંજલિએ ફક્ત પાંચ મહિનામાં પોતાનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. તેણીએ નવી શોધનું નામ ‘ગ્રીક ગોડ્સ ટેથીસ’ રાખ્યું, જેને તાજા પાણીની ‘દેવી’ કહેવામાં આવે છે. આ સિવાય ગીતાંજલિએ સાયબર ગુંડાગીરી તપાસ એપ્લિકેશન પણ તૈયાર કરી છે.

Previous articleભારતમાં આવેલા આ ચાર સ્થળો, જ્યાં ફક્ત 5000 રૂપિયામાં થઈ શકે છે હનીમૂન ટ્રીપ…
Next articleશ્રીમદ્ ભગવદ્ ગીતાની આ બાબતો, જેને તમારા જીવનમાં અનુસરવાથી આત્માનો થઈ જશે ઉદ્ધાર…