આ છોડનુ નામ કીલર ટ્રી છે. પર્યાવરણ જોખમમાં છે. પહેલા કરતા વૃક્ષો અને છોડની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ વૃક્ષારોપણ તરફ આગળ વધી રહી છે. દરેકને વૃક્ષારોપણ કરવા જાગૃત કરવામા આવી રહ્યા છે. તમે કદાચ તમારા ઘરની આજુબાજુ વૃક્ષો વાવ્યા હશે પરંતુ શું તમે જાણો છો કે એક છોડ એવો છે જે માનવ જીવન માટે ખૂબ જોખમી છે.
લંડનમાં એક એવો જીવલેણ છોડ છે જેને અહી સામાન્ય ભાષામા ‘હોગવીઝ’ અથવા ‘ કિલર ટ્રી’ કહેવામા આવે છે. તે જ સમયે તેનુ વૈજ્ઞાનિક નામ ‘હેરકીલમ મેન્ટાગોઝિઅનમ’છે. આ છોડ બ્રિટનમા લંકાશાયર નદીના કાંઠે જોવા મળે છે. આ છોડ અત્યંત જોખમી છે અને તેની લંબાઈ મહત્તમ ૧૪ ફૂટ છે.
આ છોડ એકદમ આકર્ષક છે પરંતુ તે તેના કરતા વધુ જીવલેણ છે. જો કોઈ આ છોડને સ્પર્શ કરે છે તો તેના હાથ પર ફોલ્લાઓ થઈ જાય છે. વૈજ્ઞાનિકો અનુસાર આ છોડને સ્પર્શ કર્યાના ૪૮ કલાકની અંદર તે ખતરનાક અસરો દર્શાવવાનુ શરૂ કરે છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ છોડ સાપ કરતા પણ વધારે ઝેરી છે.
જો તમે ક્યારેય આ છોડને સ્પર્શ કરો છો અથવા તેના ઉપર હાથ ફેરવો છો તો પછી થોડા કલાકોમા તમને લાગશે કે તમારા શરીરની બધી ત્વચા બળી રહી છે. ડોકટરો તો એમ પણ કહે છે કે જે કોઈ આ છોડને સ્પર્શે તો માનવ દૃષ્ટિ જવાનુ જોખમ વધી જાય છે. તે જ સમયે આ છોડથી થતા નુકસાનને રોકવા માટે કોઈ સચોટ દવા બનાવવામા આવી નથી. આવી સ્થિતિમા આ છોડ માનવીઓ માટે ખૂબ જ જોખમી છે.