જ્યારે તમે દરરોજ સવારે ઉઠો છો તો સૌ પ્રથમ તમે તમારુ પ્રિય પીણુ એટલે કે ચા અથવા કોફી પીવાનુ પસંદ કરો છો. તો જ તમે તમારા રોજિંદા કામ માટે તમારી જાતને તૈયાર કરો છો. પરંતુ જો આપણે વિશ્વની વાત કરીએ તો કોફી એ લોકોનુ સૌથી વધુ પસંદ કરેલુ પીણુ છે. આનુ એક કારણ એ છે કે કોફી બનાવવી ખૂબ જ સરળ છે. ચાની જેમ કોફીને ઉકાળવી અને ફિલ્ટર કરવાની જરૂર રહેતી નથી. એક ચમચી કોફીને ગરમ દૂધમા મિક્સ કરીને તૈયાર કરી શકાય છે. ચાલો તમને જણાવીએ કે વિશ્વભરમાં કેટલી પ્રકારની કોફી પસંદ કરવામાં આવે છે.
૧) ફિલ્ટર કોફી :- ફિલ્ટર કોફી વિષે દરેકને જાણ હોય છે. તેને ચાની જેમ ફિલ્ટર કરીને બનાવવામા આવે છે. તેમા પાણી અને દૂધ હોય છે. ચા પણ આ રીતે તૈયાર કરવામા આવે છે. જો કે પશ્ચિમી દેશોમા દૂધને કોફી સાથે બનાવવામા આવતી નથી. પરંતુ આપણા દેશમા દૂધ સાથે કોફી પીનારાઓની અછત નથી.
૨) કેપીચીનો :– જો તમે કોઈની સાથે ડેટ પર ગયા છો તો તમેં ત્યા કેપેચીનો કોફીનુ નામ સાંભળ્યુ જ હશે. એસ્પ્રેસોમા ગરમ દૂધ અને ઘણા બધા ફીણના મિક્સર સાથે બનાવવામા આવે છે. ઘણીવાર તેના પર કોકો પાવડર પણ છાંટવામા આવે છે.
૩) એસ્પ્રેસો :– આમા કોફી અને પાણી સિવાય કંઇપણ મિશ્રિણ કરવામા આવતુ નથી. પરંતુ તેને બનાવવા માટે એક ખાસ પ્રકારનુ એસ્પ્રેસો મશીન આવશ્યક છે. એસ્પ્રેસો ખરેખર નાના કપમાં બે ઘુટ કોફી હોય છે જે ઘટ હોય છે.
૪) લાટે :- જો કેપીચીનોમા થોડુ દૂધ ઉમેરીએ તો લાટે કોફી તૈયાર થાય છે. લાટે ઇટાલિયન શબ્દ છે જેનો અર્થ દૂધ થાય છે. આવી સ્થિતિમાં તેને દૂધની કોફી પણ કહેવામા આવે છે. આમા એસ્પ્રેસોનો એક ભાગ અને દૂધના બે ભાગ ઉમેરવામા આવે છે.
૫) માકિયાટો :- લાટે અને માકીયાટો વચ્ચે બહુ તફાવત નથી. લાટે મા એસ્પ્રેસો ઉપર દૂધ રેડી દૂધને ચમચીથી મિશ્રિત કરવામા આવે છે જ્યારે માકીયાટોમા દુધના એક ગ્લાસમા એસ્પ્રેસો ધીમે ધીમે રેડવામા આવે છે અને તેને અલગ અલગ સ્તરમા રહેવા દેવામા આવે છે. તેમા એસ્પ્રેસોની માત્રા અડધી હોય છે.