જાણો કોહીનુર હીરા વિશેની એવી વાત કે આ હીરો જેની પાસે રહે છે તેની જિંદગી નર્ક બની જાય છે.

રસપ્રદ વાતો

એપ્રિલ ૨૦૧૬ મા સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યુ હતુ કે બ્રિટિશરો દ્વારા કોહિનૂર હીરાને બળજબરી કે ચોરવામા આવ્યો ન હતો. સરકારે કહ્યુ કે તે સમયે મહારાજા રણજીતસિંહના અનુગામી દ્વારા ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભેટ આપવામા આવી હતી. હવે ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) એ તાજેતરમા જ એક આરટીઆઈના જવાબમા સરકારના વલણને નકારી દીધુ છે કે હીરાને ખરેખર લાહોરના મહારાજા દ્વારા ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયા સમક્ષ શરણાગતિ આપી હતી. આ ખુલાસા બાદ કોહિનૂર ફરી એકવાર ચર્ચામા આવ્યો છે. આવી સ્થિતિમા અમે તમને આ હીરા વિશેની વસ્તુઓ જણાવી રહ્યા છીએ જેના કારણે તે વિશેષ છે.

‘કોહિનૂર’ એટલે ‘પ્રકાશનો પર્વત’. એવુ માનવામા આવે છે કે આ હીરા શ્રાપિત છે. એવુ કહેવામા આવે છે કે જે આ હીરાની સાથે જે રહે છે તે બરબાદ થઈ ગયો છે. આ હીરાએ અનેક રાજ પરિવારનુ પતન કર્યું છે.. ઘણા રજવાડાઓએ આ હીરાને પોતાની પાસે રાખ્યો તે મોતના મુખમા ચાલ્યા ગયા હતા. જેની પાસે તે પહોચ્યો તેને શરૂઆતમા જોરદાર મોજ હતી પરંતુ અંત તેનો ખરાબ ખરાબ હતો.

કોહિનૂર વિશ્વનો સૌથી પ્રખ્યાત હીરા છે એવુ કહેવામા આવે છે કે તે મૂળ ૭૯૩ કેરેટનો હતો અને તે એક સમયે વિશ્વનો સૌથી મોટો હીરા માનવામા આવતો હતો. માનવામા આવે છે કે કોહિનૂર હીરા વર્તમાન ભારતના આંધ્રપ્રદેશ રાજ્યના ગુંટુર જિલ્લામા આવેલી ગોલ્કોન્ડા ખાણોમાંથી મળ્યો હતો. જો કે જ્યારે આ હીરો ખાણમાંથી બહાર આવ્યો તેના કોઈ નક્કર માહિતી નથી. એવુ કહેવાય છે કે લગભગ ૩૨૦૦ બી.સી.મા હીરો નદીના તળિયેથી મળ્યો હતો.

એવુ માનવામા આવે છે કે આ હીરો શ્રાપિત છે અને એવુ પણ કહેવામા આવે છે કે જે આ હીરાને સાથે રાખી જીવે છે તેનુ જીવન બરબાદ થઈ ગયુ છે. આ હીરાએ અનેક રાજ પરિવારનો ખાત્મો કરી નાખ્યો છે. જોકે કોહિનૂર ખૂબ પ્રખ્યાત રહ્યો છે પરંતુ આ હીરાની ઓળખ ૧૩૦૬ મા થઈ હતી જ્યારે તેને પહેરેલા વ્યક્તિએ લખ્યુ હતુ કે આ હીરાને જે પહેરે તે આ દુનિયા પર રાજ કરશે પરંતુ એવુ પણ કહેવામા આવ્યુ હતુ કે તેને પહેરતાની સાથે જ તેનુ દુર્ભાગ્ય શરુ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *