રામાયણ કાળમાં ઘણા માયાવી અસુરો, દાનવો, વાનરો, ગરુડ, રીછ, માલ્યાવાન, સુમાલી, માળી, રાવણ, કલાનેમી, સુબાહુ, મારીશ, કુંભકર્ણ, કબંધ, વિરાધ, અહિરાવણ, ખર અને દુષણ, મેઘનાદ, મયદાનવ, બાલી અને શક્તિશાળી રાક્ષસો હતા. તો આજે અમે તમને કુંભકર્ણની 6 વિશેષ બાબતો વિષે જણાવીશું.
1. કુંભકર્ણનો પરિવાર :- કુંભકર્ણના દાદાનું નામ પુલસ્ત્ય અને તેના દાદીનું નામ હવિર્ભુવા હતું. તેના પિતાનું નામ વિશ્વશ્રવા હતું. ઋષિ વિશ્વશ્રવાએ ઋષિ ભારદ્વાજાની પુત્રી ઇલાવિદા સાથે લગ્ન કર્યા, જેણે બે પુત્રને જન્મ આપ્યો હતો. વિશ્વશ્રવાની બીજી પત્ની કૈકસીએ રાવણ, કુંભકરણ, વિભીષણ અને સૂરપંખાને જન્મ આપ્યો હતો. ખર, દુષણ, કુંભિની, અહિરાવણ અને કુબેર કુંભકરણના સૌતેલા ભાઈઓ હતા.
2. કુંભકર્ણની પત્ની :- કુંભકર્ણની પત્ની વરોચનની પુત્રી ‘વ્રજવાલા’ હતી. તેની બીજી પત્નીનું નામ કર્કટી હતું. કુંભકર્ણના લગ્ન કુંભપુરના મહોદર નામના રાજાની પુત્રી તડિત્માલા સાથે પણ થયા હતા. કુંભકર્ણના પુત્રનું નામ મૂળકાસુર હતું. જેનો વધ માતા સીતાએ કર્યો હતો. કુંભકર્ણના બીજા પુત્રનું નામ ભીમ હતું. એવું કહેવામાં આવે છે કે આ ભીમના કારણે જ ભીમાશંકર નામની જ્યોતિર્લિંગની સ્થાપના થઈ હતી.
3. છ મહિના સૂઈ જવું અને એક દિવસ જાગવું :- રાવણનો ભાઈ કુંભકર્ણ 6 મહિના પછી 1 દિવસ જાગતો હતો અને ભોજન કરી ફરી પાછો સુઈ જતો હતો, કારણ કે તેમણે બ્રહ્માજી પાસેથી ઇંદ્રાસનની જગ્યાએ નિંદ્રાસનનું વરદાન માંગી લીધું હતું. તેનું શરીર ખુબ જ વિશાળ હતું.
4. કુંભકર્ણ ખુબ જ ખાતો હતો :- એવું કહેવામાં આવે છે કે, કુંભકરણ તેના જન્મ થતાંની સાથે જ કેટલાય લોકોને ખાય ગયો હતો. જેના કારણે, બધા લોકો ગભરાઈ ગયા હતા અને ઇન્દ્ર પાસે જઈ મદદ માંગી હતી. તે પછી ઇન્દ્ર અને કુંભકરણ વચ્ચે યુદ્ધ થયું જેમાં કુંભકર્ણએ ઇન્દ્રને હરાવી દીધા હતા.
5. કુંભકર્ણનું મૃત્યુ :- યુદ્ધ દરમિયાન કુંભકર્ણને ઢોલ નગારા વગાડી જગાડવામાં આવ્યો હતો. કુંભકર્ણએ યુદ્ધમાં તેના વિશાળ શરીરથી વાનરો પર પ્રહાર કરવાનું શરૂ કર્યું, આનાથી રામની સેનામાં હાહાકાર મચી ગયો હતો. સેનાનું મનોબળને વધારવા માટે, રામે કુંભકર્ણને યુદ્ધ માટે બોલાવ્યો અને ભગવાન રામના હાથે કુંભકર્ણએ વીરગતિ પ્રાપ્ત કરી. તેમનું મૃત શરીર નીચે પડવાથી લંકાનો બાહ્ય દરવાજા તૂટી ગયો હતો.