Homeધાર્મિકમનોકામના પૂર્ણ કરવા માટે કયા દેવી-દેવતાની પૂજામાં કઈ માળાનો ઉપયોગ કરવો જોઈએ,...

મનોકામના પૂર્ણ કરવા માટે કયા દેવી-દેવતાની પૂજામાં કઈ માળાનો ઉપયોગ કરવો જોઈએ, જાણો…

બધા લોકો ભગવાન પાસે પોતાની અને ઘર પરિવારની ખુશી અને સમૃદ્ધિની ઇચ્છા વ્યક્ત કરે છે. આ માટે આપણે આપણા કાર્ય સિવાય ભગવાનની પણ પૂજા-અર્ચના પણ કરી છીએ. મનને એકાગ્ર કરવા અને કોઈ ચોક્કસ કાર્યને પરિપૂર્ણ કરવા માટે આપણે મંત્રનો જાપ કરીએ છીએ. મંત્ર જાપના સંપૂર્ણ પરિણામો મેળવવા માટે આપણે વિવિધ પ્રકારની માળાઓનો ઉપયોગ કરીએ છીએ. માળાનો ઉપયોગ પણ એટલા માટે કરવામાં આવે છે કે જાપ કરવાના મંત્રોની સંખ્યામાં કોઈ ભૂલ ન થાય. માળાના પારાને મણકા કહેવામાં આવે છે, સામાન્ય રીતે માળામાં 108 મણકા હોય છે પરંતુ કેટલીકવાર તેમાં 27 કે 54 મણકા હોય છે. ચાલો આપણે જાણીએ કે કઈ માળાનો ઉપયોગ કયા દેવતા માટે કરવામાં આવે છે.

રુદ્રાક્ષ માળા :- રુદ્રાક્ષને ભગવાન શંકરનો એક અંશ માનવામાં આવે છે. તેથી, શિવ અને શિવ પરિવારના તમામ દેવી-દેવતાને પ્રસન્ન કરવા માટે રુદ્રાક્ષની માળાથી જાપ કરવા જોઈએ. મહામૃત્યુંજય અને લઘુમૃતુંજય મંત્રનો જાપ ફક્ત રુદ્રાક્ષની માળાથી જ કરવો જોઈએ.

કાચના પારાની માળા :- બરફ જેવા સફેદ પારદર્શક પારાની આ માળા કરવાથી એકાગ્રતા, સમૃદ્ધિ અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. શ્રી ગણેશજી, માતા સરસ્વતી અને માતા લક્ષ્મીના નામનો જાપ આ માળાથી કરવાથી લાભ થાય છે. સંપત્તિ અને એકાગ્રતા મેળવવા માટે કાચના પારાની માળા પહેરવી ફાયદાકારક છે.

ચંદનના પારાની માળા :- લાલ અને સફેદ ચંદનમાંથી બનેલી ચંદનની માળા ખૂબ જ શુભ છે. લાલ ચંદનના પારાની માળાથી દેવીઓના જાપ કરવાથી ફાયદો થાય છે, ભગવાન શ્રીકૃષ્ણ અને વિષ્ણુના જાપ માટે સફેદ ચંદનના પારાની માળા શ્રેષ્ઠ માનવામાં આવે છે.

તુલસીની માળા :- ભગવાન વિષ્ણુને પ્રિય તુલસી, માતા લક્ષ્મીનું જ એક સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ તુલસીના પારાની માળાથી કરવો જોઈએ. ક્યારેય પણ તુલસીની માળાથી દેવી અને શિવના મંત્રોનો જાપ ન કરવો જોઈએ. વૈષ્ણવ પરંપરામાં તુલસીની માળાનું સર્વોચ્ચ મહત્વ છે.

કમરકાકડીની માળા :- આ માળાથી મહાલક્ષ્મીના મંત્રનો જાપ કરવામાં આવે છે. આ માળાનો ઉપયોગ ધન, વૈભવ અને એશ્વર્ય પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments