Homeજાણવા જેવુંજાણો આ દેશના રાષ્ટ્રપતિ વિષે કે જેને મારવા માટે ૬૦૦ વાર પ્રયાસ...

જાણો આ દેશના રાષ્ટ્રપતિ વિષે કે જેને મારવા માટે ૬૦૦ વાર પ્રયાસ કરવામાં આવ્યો છે છતાં પણ તે જીવીત રહે છે.

દુનિયામાં ઘણા પ્રકારના લોકો હોય છે અને દરેકને પોતાના શોખ હોય છે જેને દરેક પૂરી કરવા માગે છે. મોટુ પદ અથવા આર્થિક રીતે સમૃદ્ધ લોકોના શોખ સામાન્ય મનુષ્યથી તદ્દન અલગ હોય છે. આજે અમે આવા જ એક રાષ્ટ્રપતિ વિશે વાત કરીશુ, જેની ઇચ્છાઓ તમને પણ આશ્ચર્યચકિત કરશે.

અમે અહીં ક્યુબાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફિડલ કાસ્ટ્રોની વાત કરી રહ્યા છીએ. ક્યુબા કેરેબિયન સમુદ્રમા સ્થિત એક ટાપુ રાષ્ટ્ર છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફિડલ કાસ્ટ્રો વિશે કેટલીક વાતો છે જે માનવી ખરેખર મુશ્કેલ છે. ફિડલ કાસ્ટ્રો એ તેમના જીવનકાળ દરમિયાન કુલ ૩૫૦૦૦ મહિલાઓ સાથે સંબંધ બાંધ્યા હોવાનુ કહેવાય છે.

આ સનસનીખેજ ખુલાસો તેના પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મમા કરવામા આવ્યો છે. તે બતાવે છે કે ૮૨ વર્ષની વય સુધીમા તેઓએ ૩૫૦૦૦ સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પ્રખ્યાત ન્યુ યોર્ક પોસ્ટના એક અધિકારીના હવાલેથી લોકો સમક્ષ આ વાતનો ખુલાસો થયો હતો. આ અધિકારીએ જણાવ્યુ હતુ કે ફિડલ કાસ્ટ્રો દરરોજ બે મહિલાઓ સાથે સંબંધો બનાવતો હતો અને આવુ ચાર દાયકાથી વધુ સમયથી થઈ રહ્યુ છે.

ફિડલ કાસ્ટ્રો ૧૯૫૯ થી ૧૯૭૬ દરમિયાન ક્યુબાના વડા પ્રધાન હતા. આ પછી તેઓ ૧૯૭૬ થી ૨૦૦૮ દરમિયાન દેશના રાષ્ટ્રપતિ રહ્યા. આવી સ્થિતિમા તમે સમજી શકો છો કે તેનુ શાસન અહી ઘણા વર્ષો સુધી રહ્યુ હતુ. ૧૯૫૯ મા તેઓ અમેરિકન પિત્તુ ફુલ્જેનસિઓ બટિસ્તાને દૂર કરીને સત્તા પર આવ્યા. પોતાના જીવનકાળ દરમિયાન તેઓ વિવિધ વસ્તુઓ વિશે ચર્ચામા રહ્યા છે.

૨૯ સપ્ટેમ્બર ૧૯૬૦ ના રોજ તેમણે સંયુક્ત રાષ્ટ્રમા ૪ કલાક ૨૯ મિનિટ ભાષણ આપીને ગિનીસ બુક ઓંફ વર્લ્ડ રેકોર્ડ્સમા પોતાનુ નામ નોંધાવ્યુ. ત્યારબાદ તેણે ૧૯૮૬ મા ક્યુબામાં સૌથી લાંબુ ૭ કલાક ૧૦ મિનિટ ભાષણ આપીને ફરી રેકોર્ડ બનાવ્યો હતો.

એવુ પણ કહેવામા આવે છે કે ફિડલ કાસ્ટ્રો ની ૬૦૦ થી વધુ વખત હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો એવુ કહેવુ પોતાનુ હતુ. યુ.એસ.ની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીને જવાબદાર ઠેરવતા તેણે દાવો કર્યો હતો કે ઝેરી દવાથી લઈને વિસ્ફોટકો સુધીની દરેક વસ્તુનો ઉપયોગ તેને મારવા માટે કરવામા આવ્યો હતો.. ૨૫ નવેમ્બર ૨૦૧૬ ના રોજ ૯૦ વર્ષની વયે તેમનુ અવસાન થયુ હતુ જોકે આનુ કારણ જાહેર કરવામા આવ્યુ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments