શ્રાવણ મહિનાનો હિન્દુ ધર્મમા ખૂબ મહત્વ છે. આ મહિનાને પવિત્ર મહિનાનો દરજ્જો આપવામા આવ્યો છે. શ્રાવણ મહિનામા ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમા આનંદ આવે છે. શિવલિંગ ઉપર જળ ચડાવવાથી લાભ થાય છે. પુરાણો અનુસાર ભગવાન ભોલેના દર્શનથી બધા દુ: ખ દૂર થઈ જાય છે. આજે અમે તમને આવા જ એક ચમત્કારિક શિવલિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે એવુ માનવામા આવે છે કે જ્યારે કોઈ મૃત વ્યક્તિના શરીરને આ શિવલિંગ પાસે લઈ જવામા આવે છે ત્યારે તેના શરીરમા આત્મા ફરીથી પ્રવેશ કરે છે અને તે વ્યક્તિ ફરીથી જીવીત થાય છે.
આ અદ્ભુત સ્થળ યમુના નદીના કિનારાથી બર્નીગાડ નામની જગ્યાથી માત્ર ૪-૫ કિલોમીટર દૂર સ્થિત છે.
એટલું જ નહી આ સ્થાન વિશે લોકોમા એક વાત પ્રખ્યાત છે કે ખોદકામ કરતી વખતે હજારો શિવલિંગ આ સ્થળેથી મળી આવ્યા હતા. લોકો કહે છે કે આ તે જ જગ્યા છે જ્યા મહાભારત કાળમા કૌરવોએ પાંડવોના કત્લ માટે લક્ષ્યગૃહ બનાવ્યો હતો. લોકો કહે છે કે મહાભારત કાળથી આ મંદિરને લઈને આ કથા ચાલતી આવી છે. દંતકથા અનુસાર ધર્મરાજ યુધિષ્ઠિરે અજ્ઞાત વાસના સમયે આ શિવલિંગની સ્થાપના કરી હતી.
આ શિવલિંગને મહામંડલેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળે યુધિષ્ઠિર દ્વારા એક ભવ્ય મંદિર પણ બનાવવામા આવ્યુ હતુ. આ શિવલિંગની નજીક બે દ્વારપાળ પશ્ચિમની તરફ મો કરીને ઉભા છે જો કોઈ અહી મૃતદેહ સાથે લઈને આવે છે તો તે થોડી ક્ષણો માટે જીવિત થાય છે અને તેના શરીરમા થોડો સમય માટે જ પ્રાણનો સંચાર થાય છે.
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનથી થોડે દૂર લાખામંડલ નામના સ્થાન ઉપર શિવ મંદિર સ્થિત છે. માન્યતાઓ અનુસાર મહાભારત સમયગાળા દરમિયાન દુર્યોધને અહી પાંડવોને બાળી નાખવા માટે એક લક્ષાગ્રહ બંધાવ્યો હતો. યુધિષ્ઠરે અજ્ઞાત વાસ દરમિયાન આ સ્થળે શિવલિંગની સ્થાપના કરી હતી.
એવુ માનવામા આવે છે કે મૃત્યુ પામેલી કોઈપણ વ્યક્તિને આ દ્વારપાળની સામે મૂકવામા આવે છે ત્યારબાદ પુજારી દ્વારા મૃત શરીર ઉપરમંત્રેલુ જળ છાટવામા આવે છે તે પછી મૃત શરીરમા જીવનો સંચાર થાય છે. આમ મૃત વ્યક્તિને અહી લાવવામા આવે છે અને થોડી ક્ષણો માટે સજીવન થઈ જાય છે. જીવંત થયા પછી તે વ્યક્તિ શિવનુ નામ લે છે અને ગંગા જળને ગ્રહણ કરે છે. ગંગા જળ પ્રાપ્ત થતાંની સાથે જ તેનો આત્મા ફરીથી શરીર છોડી દે છે. મંદિરની પાછળની દિશામા બે દ્વારપાળ ચોકીદારની જેમ ઉભા રહેલા જોવા મળે છે. બે દ્વારપાળોમાના એકનો હાથ કપાયેલો છે જે એક વણ ઉકેલાયેલ રહસ્ય છે.