શું તમે જાણો છો કે ભારતમા પ્રખ્યાત ભગવાન લક્ષ્મી ગણેશ મંદિરો કયા છે અને આ દર્શન કરવાથી ધન અને સુખની પ્રાપ્તિ થાય છે. લક્ષ્મી ગણેશની પૂજા-અર્ચના કરવા માટે દેશભરમા ઘણા મંદિરો છે આવા ૭ મંદિરો લક્ષ્મીની પૂજા માટે અને કેટલાક ગણેશની પૂજા માટે આખા ભારતમા પ્રખ્યાત છે.
૧) નવી દિલ્હીનું લક્ષ્મીનારાયણ મંદિર :– લક્ષ્મીનારાયણ મંદિર નવી દિલ્હીમા માર્ગ પર ગોલ માર્કેટ પાસે સ્થિત છે. આ મંદિરમા લક્ષ્મીની મૂર્તિ ભગવાન વિષ્ણુની મૂર્તિથી સાથે બિરાજમાન છે. આ મંદિરમા જન્માષ્ટમી અને દિવાળી ખાસ કરીને ઉજવવામા આવે છે. આ મંદિર ૧૬૨૨ મા વીરસિંહ દેવ દ્વારા બનાવવામા આવ્યુ હતુ.
૨) મુંબઈનુ મહાલક્ષ્મી મંદિર :- મુંબઈનુ મહાલક્ષ્મી મંદિર આ શહેરના સૌથી પ્રાચીન મંદિરોમાંનુ એક છે. આ મંદિર મુંબઇના ભુલાભાઇ દેસાઇ માર્ગ પર આવેલુ છે. દરરોજ હજારો લોકો અહી પોતાની માટે વ્રત માંગવા આવે છે. મંદિરમા મહાલક્ષ્મીની મૂર્તિ તેમજ મહાકાળી અને મહાસરસ્વતીની મૂર્તિઓ પણ છે.
૩) મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર :– મુંબઈના આ મંદિર વિશે કોને ખબર નથી? મુંબઇના પ્રભા દેવી વિસ્તારમા સ્થિત આ મંદિર ગણેશ મંદિરોમાંનુ એક છે, જ્યા માત્ર હિન્દુઓ જ નહી પરંતુ તમામ ધર્મના લોકો પૂજા અર્ચના કરવા માટે આવે છે.
૪) વેલ્લોરનુ સુવર્ણ મંદિર :- તમિલનાડુના વેલ્લોરમા આવેલ મહાલક્ષ્મી મંદિર દક્ષિણ ભારતના સુવર્ણ મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિર ૧૦૦ એકરમા પથરાયેલુ છે. આ મંદિર વિશે કહેવામા આવે છે કે આ મંદિરને સોનાથી જડવામા આવ્યુ છે.લગભગ ૧૫૦૦૦ કિલો શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામા આવ્યો છે. રાત્રે આ મંદિરનો નજારો જોવા યોગ્ય છે. જ્યારે પણ પ્રવાસીઓ તમિળનાડુની મુલાકાતે આવે છે ત્યારે તેઓ રાત્રે આ મંદિરના દર્શને જોવાનુ પસંદ કરે છે.
૫) ઇન્દોરનુ મહાલક્ષ્મી મંદિર :– મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિત મહાલક્ષ્મી મંદિરનુ નિર્માણ મલ્હારરાવ હોલકરએ ૧૮૩૨ મા કરાવ્યુ હતુ. આ મંદિર હોલકર રજવાડાના આદરનુ પ્રતીક છે અને તે ઈન્દોરના લોકો માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે.
૬) ઈંદોરનુ ખજરાના ગણેશ મંદિર :– ઇંદોરમાં આવેલું પ્રખ્યાત ખજરાના ગણેશ મંદિર ૧૭૩૫ મા મહારાણી અહિલ્યાબાઈ દ્વારા બનાવવામા આવ્યુ હતુ. આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહી જે ભક્તો પોતાની સાથે ઈચ્છા લાવે છે જે નિશ્ચિતરૂપે પૂર્ણ થાય છે. પરંપરા મુજબ ખજરાના મંદિરમા વ્રત માંગ્યા બાદ લોકો ફરી અહી આવે છે અને ભગવાન ગણેશને લાડુ ચડાવવામા આવે છે.
૭) રણથંભોરનું ગણેશ મંદિર :- રાજસ્થાનના રણથંભોર કિલ્લામા બનેલું ગણેશ મંદિર ખૂબ પ્રખ્યાત છે. ભગવાન ગણેશને પત્રો મોકલવા માટે જાણીતુ છે. એવું કહેવામા આવે છે કે આસપાસના લોકો ઘરમા કોઈ શુગનનુ કાર્ય કરે તે પહેલા ભગવાન ગણેશના નામે કાર્ડ મોકલવાનુ ભૂલતા નથી. આ મંદિર રાજા હમીરે બનાવ્યુ હતુ.