લીમડો પોષક તત્વોથી ભરપુર છે. શિયાળામા થતો ગળામા ચેપ અને આરોગ્યની અન્ય સમસ્યાઓમા આ ખૂબ અસરકારક સાબિત થાય છે. લીમડાને ગુણોની ખાણ માનવામા આવે છે. લીમડામા એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે અને આ કારણોસર તે ઘણી આરોગ્ય સમસ્યાઓ માટે સારી દવા માનવામા આવે છે. શિયાળાની ઋમાં ગળાના ચેપને રોકવામા તે ઘણો ઉપયોગી છે. લીમડો સ્વાસ્થ્ય માટે એક ઉપચાર માનવામા આવે છે અને તેનુ તેલ મહિલાઓને સ્વસ્થ રાખવામા પણ ખૂબ ઉપયોગી છે. લીમડાનુ તેલ તમને આ 5 આરોગ્ય સમસ્યાઓમા વિશેષ ફાયદા આપશે.
૧) અસ્થમા અને ફેફસાના ચેપમા અસરકારક :- જો અસ્થમાની સમસ્યા છે તો લીમડાના તેલની વરાળથી ઘણી રાહત મળે છે. આ તેલમા એન્ટી-હિસ્ટામાનિક પ્રકૃતિના તત્વો હોય છે. સાથે-સાથે અસરકારક એન્ટિમાઇક્રોબીયલ ગુણધર્મોને કારણે આ વધુ સારું કાર્ય કરે છે. વરાળ લેવા માટે કડાઈમાં પાણી ગરમ કરો તેમા થોડા ટીપા લીમડાનુ તેલ નાખો. આ પછી તમારા માથા અને ચહેરાને ટુવાલથી ઢાકીને વરાળ લો. આનાથી અસ્થમાના દર્દીઓને મોટી રાહત મળે છે.
૨) ખરજવાથી રાહત મળે છે :- ખરજવું એ ત્વચાનો રોગ છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિની અછતને કારણે થાય છે. તેનાથી શુષ્કતાની સમસ્યા થાય છે અને ત્વચા પર ખુબજ ખંજવાળ આવે છે. ખરજવા ઉપર લીમડાના તેલનો ઉપયોગ કરવાથી મોટી રાહત મળી શકે છે કારણ કે તેલ શુષ્કતા ઘટાડે છે અને શરીરના અન્ય ભાગોમા ચેપનુ જોખમ ઘટાડે છે.
૩) સોરાયસિસમા અસરકારક :- સોરાયસિસ તમારા શરીરમા સ્વયંપ્રતિરક્ષાના વિક્ષેપને કારણે થાય છે, જે ત્વચાની ડ્રાયનેસમા વધારો કરે છે. અને લીમડાનું તેલ આ રીતે અસરકારક છે કારણ કે તે ખરજવાની સારવાર કરે છે.
૪) એન્ટિ ફંગલ ગુણધર્મો :- એથલીટ ફૂટ, નખની ફરતેની ત્વચા ઉપર ફંગલ ચેપનુ કારણ છે. લીમડામા મળતા બે તત્વો, ‘ગેદુનીન’ અને ‘નિબીડોલ’ ત્વચાના ફંગલ ઇન્ફેક્શનને દૂર કરે છે.
૫) દાંત અને પેઢા મજબૂત થાય છે :- જો તમે દાંત અને પેઢાની સમસ્યાથી પીડિત છો તો પછી તમારા ટૂથપેસ્ટમા લીમડાના તેલના થોડા ટીપાંને મિક્સ કરીને પેસ્ટ બનાવો. લીમડાના તેલમા રહેલા એન્ટી બેક્ટેરિયલ તત્વો દાંતના દુખાવો, દાંતનુ કેન્સર, દાંતનો સડો જેવી દંત સમસ્યાઓમા મોટી રાહત પૂરી પાડે છે.