Home જાણવા જેવું જાણો રાજસ્થાનમાં આવેલા એવા કુંડ વિષે કે જેમાં ડૂબકી મારવાથી તમારા ચામડીના...

જાણો રાજસ્થાનમાં આવેલા એવા કુંડ વિષે કે જેમાં ડૂબકી મારવાથી તમારા ચામડીના બધાજ રોગ દુર થશે.

337

રાજસ્થાનના ઉદયપુરવાટી શહેરથી દસ કિલોમીટર દૂર લોહરગલ નામનુ એક સ્થળ છે. તેના નામથી જ ખબર પડી જાય કે તેનો અર્થ લોખંડનુ ઓગળવુ થાય. આ સ્થાન મહાભારત કાળનુ છે. યુદ્ધના અંત પછી પાંડવો ખુશ હતા. પરંતુ તેઓ પોતાના પરિવારજનોની હત્યાના પાપને કેવી રીતે ટાળશે તેની પણ ચિંતા કરતા હતા. આવી સ્થિતિમા શ્રીકૃષ્ણએ તેમને સૂચન આપ્યુ જે તીર્થસ્થળના કુંડના પાણીમા તમારા હથિયાર ઓગળી જશે ત્યા તમારી મનોકામના પૂર્ણ થશે.

આ કાર્ય પૂર્ણ કરવા માટે પાંડવો ભટકતા ભટકતા લોહારગલ આવ્યા હતા. સૂર્યકુંડમા સ્નાન કરવા ઉતરતાંની સાથે જ તેના બધા શસ્ત્ર ઓગળી ગયા. પાંડવને લોહરગલનુ મહત્વ સમજાયું અને તેને તીર્થ રાજનુ બિરુદ આપ્યુ. આજે પણ લોહારગલ રાજસ્થાનમા સ્થિત પુષ્કર પછી બીજા નંબરનુ તીર્થસ્થળ માનવામા આવે છે.

લોહારગલનુ સૂર્ય મંદિર એકદમ પ્રાચીન અને પ્રખ્યાત છે. એવુ કહેવામા આવે છે કે હજારો વર્ષો પહેલા સૂર્યભાન નામનો રાજા કાશીમા રહેતો હતો. વૃદ્ધાવસ્થામા એક અપંગ છોકરી રાજાને ત્યા જન્મી હતી. રાજા આ બનવા પાછળનુ કારણ જાણવા માગતો હતો. તેણે ભૂતકાળ અને ભવિષ્યના જ્ઞાની પાસે તેના ગયા જન્મ વિષે પૂછ્યુ.

જ્યોતિષીઓએ વિચાર્યું અને કહ્યુ કે તેના પાછલા જન્મમાં આ છોકરી એક વાંદરી હતી. જેનુ મ્રત્યુ એકશિકારીના હાથે થયુ હતુ. શિકારીએ તેને એક વડના ઝાડ પર લટકાવી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. વાંદરાનું માંસ અભેદ્ય હોય છે અને આને કારણે તેનુ શરીર હવા અને સૂર્યપ્રકાશમા સુકાય ગયુ હતુ અને લોહારગલ કુંડમા પડ્યુ પરંતુ તેનો એક હાથ ઝાડ પર લટકી રહ્યો.

પવિત્ર જળમા પડતા તેને એક બાળકીનુ શરીર મળ્યુ અને તેણીનો જન્મ રાજાના ઘરે થયો. વિદ્વાનોએ વિનંતી કરી કે તેણે તે હાથ કુંડના પાણીમા ફેંકી દેવો જોઈએ જેથી તે છોકરી સંપૂર્ણ રીતે સારી થઈ જાય કારણ કે લોહારગલ સૂર્યદેવનુ સ્થાન છે. રાજાએ લોહરગલ જઈને એવુ જ કર્યું અને તેની પુત્રી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. આ ચમત્કારથી રાજી થઈને રાજાએ અહી સૂર્ય મંદિર અને સૂર્યકુંડ બનાવ્યા.

લોહારગલ આવીને સૂર્યદેવની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ટેકરીઓથી ઘેરાયેલા આ કુંડમા દૂર-દૂરથી ભક્તો સ્નાન કરવા આવે છે. તે ત્વચા સંબંધિત અનેક બીમારીઓથી રાહત આપે છે.