નદીઓ હંમેશા લોકોની જીવાદોરી રહી છે. તમે જાણતા જ હશો કે આપણા દેશની બધી મોટી નદીઓ સમુદ્ર સાથે ભળી જાય છે. આ એક કુદરતી પ્રક્રિયા છે. પરંતુ અમે આજે જે નદી વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનુ સમુદ્ર સાથે મિલન થતુ નથી પણ ક્યાંક અદૃશ્ય થઈ જાય છે. પર્વતોમાંથી નીકળતી આ નદી ફક્ત આપણા દેશમા છે. લુણી નદી તરીકે ઓળખાતી આ નદી અરવલ્લી પર્વત નજીક અનસાગરથી નીકળે છે અને દક્ષિણ પશ્ચિમમા વહે છે અને કચ્છના રણ સાથે જોડાય છે.
રાજસ્થાનના અજમેર જિલ્લામા ૭૭૨ મીટરની ઉચાઈ પર સ્થિત આ નદી નાગના પહાડો માંથી નીકળે છે. આ નદીની લંબાઈ ૪૯૫ કિમી છે. આ નદી ની એકમાત્ર લાક્ષણિકતા નથી કે તે સમુદ્ર સાથે મિલન નથી કરતી. આશ્ચર્યજનક બાબત એ છે કે બાડમેરમાંથી પસાર થયા પછી તેનું પાણી ખારુ થઈ જાય છે.અજમેરમાંથી પસાર થયા પછી નાગૌર, જોધપુર, પાલી, બાડમેર, જલોર અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના જિલ્લાઓથી થઈને ગુજરાતના કચ્છના રણમા જઈને અદ્રશ્ય થઈ જાય છે.
નદીઓ જીવન માટે શુધ્ધ પાણી પ્રદાન કરે છે તેથી જ મોટાભાગની પ્રાચીન સંસ્કૃતિઓ, આદિવાસીઓ નદીઓની આજુબાજુ વિકસિત છે. લુના નદીનુ પાણી ૧૦૦ કિલોમીટર સુધી મીઠુ રહે છે. પરંતુ બાડમેર પછી આ નદીનુ પાણી ખારુ થઈ જાય છે. આ પાછળનુ કારણ એ છે કે જ્યારે રણના વિસ્તારમાંથી પસાર થવુ પડે ત્યારે રેતીમા રહેલા મીઠાના કણો પાણીમા ભળી જાય છે.
આ નદી કચ્છના રણમા પહોંચતાંની સાથે જ સુકાઈ જાય છે. રાજસ્થાનના ઘણા જિલ્લાઓમા લુની નદી સિંચાઈનો મોટો સ્ત્રોત છે. આ નદી રાજસ્થાનના લોકો માટે જીવા દોરી સમાન છે. એટલા માટે અહીના લોકો તેની પૂજા કરે છે. ચોમાસા દરમિયાન આ નદી ખૂબ જ સુંદર બની જાય છે.