માં દુર્ગા નું એવું મંદિર કે જ્યાં માનતા પૂરી થવાથી ચડાવામાં આવે છે ચપ્પલ અને સેન્ડલ.

401

આપણે જયારે પણ મંદિરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે ચપ્પલ અને બુટ બહાર કાઢીએ છીએ. આજે જાણો એક એવા મંદિર વિષે કે જ્યાં ભગવાન ને ચપ્પલ અને સેન્ડલ ચડાવામાં આવે છે. આ જાણીને તમને આશ્ચર્ય થશે પણ મધ્યપ્રદેશ ની રાજધાની ભોપાલ માં આવું મંદિર આવેલું છે.

આ મંદિર પહાડી વિસ્તારમાં આવેલું છે. શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી થયા પછી અહિયાં ચપ્પલ ચડાવા માટે આવે છે. આ મંદિર જીજીબાઇ ના નામથી જાણીતું છે અને અહિયાં ચપ્પલ ચડાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
ભોપાલના કોલાર વિસ્તારમાં એક નાના પહાડી વિસ્તારમાં માં દુર્ગા નું આ સિદ્ધદાત્રી પહાડવાળું મંદિર છે.

કહેવામાં આવે છે કે અશોકનગર થી રહેવા આવેલ ઓમ પ્રકાશ મહારાજ એ મૂર્તિ ની સ્થાપના કરી અને સાથે-સાથે શિવ-પાર્વતીના લગ્ન કરાવ્યા હતા અને કન્યાદાન પણ કર્યું હતું. ત્યારથી તે માં સિદ્ધદાત્રી ને તેની છોકરી માનીને પૂજા કરે છે. ઘણા શ્રદ્ધાળુઓ વિદેશમાં પણ વસે છે. ક્યારેક સિંગાપુર તો ક્યારેક પેરીસ થી લોકો ચપ્પલ મોકલાવે છે. પુજારી આ ચપ્પલ એક દિવસ ચડાવી રાખે છે અને પછી બધાને વહેચી દે છે.

ઓમ પ્રકાશ કહે છે કે લોકો અહિયાં માનતા માને છે અને પૂરી થયાબાદ નવા ચપ્પલ ચડાવે છે. શ્રધ્ધાળુઓ ગરમીની સિઝનમાં ટોપી, ચશ્માં અને ઘડિયાળ પણ ચડાવે છે. તે કહે છે કે તે તેની છોકરી ની જેમ તેમની દેખરેખ રાખે છે. ક્યારેક-ક્યારેક ઓમ પ્રકાશને એવો આભાસ થાય કે દેવી પહેરાવેલા કપડાથી ખુશ નથી તો બે-ત્રણ કલાકમાં કપડા બદલી નાખે છે.

Previous articleશું તમને પણ આવે છે માથામાં ખંજવાળ તો કરો આ ઉપાય.
Next articleઅમેરિકાના ન્યુયોર્ક સીટી વિશેનું આ ચોકાવનારું સત્ય જાણીને તમે પણ હેરાન થઈ જશો.