Homeધાર્મિકશા માટે દર વર્ષે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે, જાણો તેના ધાર્મિક મહત્વ...

શા માટે દર વર્ષે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે, જાણો તેના ધાર્મિક મહત્વ વિષે…

મકરસંક્રાંતિના દિવસે મકર રાશિમાં સૂર્ય ભગવાન સંક્રમિત થાય છે ત્યારે મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસ નવી ઋતુના આગમન માટે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ બંને રીતે છે. એવું માનવામાં આવે છે કે, મકરસંક્રાંતિના દિવસે, સૂર્યદેવ તેમના પુત્ર શનિદેવની મુલાકાત લે છે. સૂર્યદેવ આ દિવસે મકર રાશિમાં જાય છે. શનિદેવને મકર અને કુંભ રાશિના સ્વામી માનવામાં આવે છે. આ કારણથી આ દિવસ પિતા અને પુત્રના અનોખા મિલનનો દિવસ માનવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળના બનાવેલા લાડુ અને અન્ય મીઠી વાનગીઓ બનાવવાની પણ પરંપરા છે. તલ અને ગોળના લાડુ બનાવવા પાછળનું મહત્વ એ છે કે, આ સમયે શિયાળાની ઋતુ હોય છે. એના કારણે તલ અને ગોળથી બનેલા લાડુ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

ખાસ કરીને મકરસંક્રાંતિના દિવસે ખીચડી બનાવવાનું, ખાવાનું અને દાન આપવાનું વિશેષ મહત્વ છે. તેથી ઘણી જગ્યાએ આ તહેવારને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિને પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં ‘લોહરી’ તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિના તહેવારને તમિલનાડુમાં ‘પુંગલ’ તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં, મકરસંક્રાંતિને ‘ખિચડીના’ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ખીચડી ખાય છે અને તેનું દાન કરે છે. કેટલાક લોકો દહીં અને દૂધ પણ ખાય છે અને દાન પણ કરે છે. અને કેટલાક લોકો ગોળમાં બનાવેલા તલના લાડવાનું દાન પણ કરે છે.

મકરસંક્રાંતિના દિવસે ગરમ વસ્ત્રો, તલની મીઠાઈ, ખીચડી અને સંપત્તિનું દાન કરવાથી શનિ ગ્રહિત વ્યક્તિને વેદનાથી મુક્તિ મળે છે. ગરીબ અને અપંગો અને મજૂર વર્ગના તમામ લોકો શનિના પ્રતિનિધિ માનવામાં આવે છે. અને તેમને ક્યારેય ત્રાસ આપવો જોઈએ નહીં. અને આ દિવસે ઘરના વડીલોને પગે લાગવું જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ. અને તેઓને તલની બનેલી મીઠાઇ અને ગરમ વસ્ત્રો ભેટ તરીકે આપવી જોઈએ. આ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે.

મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરવાનું પણ ખૂબ મહત્વનું હોય છે. મકરસંક્રાંતિના દિવસે જે રીતે દાનનું વિશેષ મહત્વ છે, તેજ રીતે સ્નાનનું પણ ઘણું મહત્વ છે. આ દિવસે વહેલી સવારે ઉઠીને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ દિવસે સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય છે અને મન પણ શુદ્ધ થાય છે. એટલું જ નહીં, આ દિવસે નદીમાં સ્નાન કરવાથી તમામ પ્રકારના પાપનો નાશ થાય છે. અને મૃત્યુ પછી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે.

મકરસંક્રાંતિના દિવસે કોઈએ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. જો તમે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી શકતા નથી, તો તમારે ધરે પાણીમાં તલ અને ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ, અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. ત્યાર પછી, એક પાટલો લો અને તેના પાર લાલ રંગનું કપડું પાથરો અને પછી તેના પર ગંગાજળ છાંટો. તે પછી તેના પર ચંદન વડે અષ્ટદલ કમલ બનાવો. આ પછી પાટલા પર સૂર્યદેવનું ચિત્ર દોરો અથવા ફોટાનું સ્થાપન કરો. અને પછી તાંબાનાં લોટમાં પાણી લો અને તેને પાટલા પર મૂકો. ત્યાર પછી હાથમાં ચોખા લઈને સૂર્યદેવને વધાવો અને પછી સૂર્યદેવને લાલ ચંદનનું તિલક કરો. આ પછી, તેમને લાલ ફૂલોની માળા અર્પણ કરો. આ સાથે સૂર્યદેવને નવૈદ્ય અને લાલ ફળ વગેરે અર્પણ કરો. અને પછી સૂર્યદેવના મંત્રોનો જાપ કરો. આ પછી, તેમની વિધિવત પૂજા કરો. પછી સૂર્યદેવને ધૂપ અને દીવો કરો. અને સૂર્યદેવની આરતી કરો. આ પછી, તેમને તલ અને ગોળથી બનેલા લાડુનો ભોગ પર્પણ કરો. પછી સૂર્યદેવને તાંબાના લોટમાંથી જળ ચડાવો. અને સૂર્યમંત્રનો જાપ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments