Homeધાર્મિકઆમની પાસે હોય છે મનુષ્યોના બધા કાર્યોનો હિસાબ અને યમરાજ પણ તેના...

આમની પાસે હોય છે મનુષ્યોના બધા કાર્યોનો હિસાબ અને યમરાજ પણ તેના આધારે જ સજા આપે છે.

વ્યક્તિને જેવુ કર્મ કરે તેવુ તેને પરિણામ મળે છે. કોઈ તેમની ક્રિયાઓથી છૂટકારો મેળવી શકશે નહીં. મૃત્યુ પછી આત્માને જીવતી અવસ્થામા કરેલા કાર્યોના આધારે સજા ભોગવવી પડે છે. ૧૮ પુરાણોમાંના એક ગરુડ પુરાણમા આ બધી બાબતોનુ ખૂબ સુંદર વર્ણન છે.

ગરુડ પુરાણમા એવુ કહેવામા આવે છે કે દરેક મનુષ્ય પાસે હંમેશા શ્રવણ નામનો ગણ રહે છે. કોઈને પણ ન દેખાવાવાળો આ ગણ મનુષ્યની આસપાસ ભટકતો રહે છે. સ્વર્ગલોક, પાતાળલોક અને મૃત્યુ્યુલોકમા ભ્રમણ કરનાર આ ગણ ભગવાન બ્રહ્માના પુત્ર છે. આનુ કામ ફરી ફરીને જીવિત જીવના સારા અને દુષ્ટ કર્મોને જોવાનુ છે.

શ્રવણ તરીકે ઓળખાતા આ દેવ દુર રહેવા છતા પણ દરેક વસ્તુ પર નજર રાખી શકે છે અને સાંભળી પણ શકે છે. આ કારણોસર તેનુ નામ શ્રવણ છે. જો કોઈ વ્યક્તિ તે બધાથી છુપાવીને કોઈ કામ કરે છે તો પણ શ્રવણને ખબર પડી જાય છે. આ દેવતાઓની મહિલાઓને સ્રાવણી તરીકે ઓળખવામા આવે છે.

આ બધા ધર્મરાજના સંદેશવાહક છે. તેઓ મનુષ્ય દ્વારા કરવામાં આવતી દરેક ક્રિયાઓની માહિતી ચિત્રગુપ્તને પહોંચાડે છે. જ્યારે યમદૂત આત્માને યમલોક પાસે લઈ જાય છે ત્યારે તે પહેલા યમપુરીના દરવાજે દ્વારપાલને જાણ કરે છે. આ પછી દ્વારપાલ ચિત્રગુપ્ત પાસે લઈ જાય છે અને ચિત્રગુપ્ત દ્વારા યમરાજ જાણી શકે છે કે એક કોઈ આત્મા તેની પાસે આવી છે.

તે આત્મા દ્વારા કરવામાં આવેલા કાર્યોનો હિસાબ યમરાજા ચિત્રગુપ્તને પૂછે છે. ચિત્રગુપ્ત યમરાજાને બધી માહિતી આપે છે. વિચાર કાર્ય પછી કોઈને સ્વર્ગ લોકમા જગ્યા મળે છે તો કોઈને નર્કના દર્શન કરવા પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments