માતા બ્રજેશ્વરી દેવીનું આ ચમત્કારિક મંદિર છે, જ્યાં દરેક મનોકામનાઓ થાય છે પૂર્ણ,જાણો આ મંદિર વિશે…

312

51 શક્તિપીઠોમાંથી એક હિમાચલ પ્રદેશના કાંગડા ઝીલમાં આવેલું આ બ્રજેશ્વરી દેવીનું મંદિર પ્રખ્યાત છે. અહીં માતા ભગવાન શિવના રૂપમાં ભૈરવનાથ તરીકે બિરાજમાન છે. પૌરાણિક માન્યતાઓ મુજબ, માતા સતીનું જમણુ વૃક્ષ અહીં છે. આ મંદિરને ‘નગરકોટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરનું વર્ણન દુર્ગા સ્તુતિમાં પણ કરવામાં આવ્યું છે. મંદિરની નજીક જ બાળગંગા નદી પણ છે, તેમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ મંદિરમાં ભક્તો માતાના આશીર્વાદ લેવા માટે દર વર્ષે અહીં આવે છે, પરંતુ નવરાત્રી દરમિયાન મંદિરની સુંદરતા અલગ જ જોવા મળે છે. મંદિરના માત્ર એક જ વાર ર્શન કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે. ચાલો જાણીએ આ બજેશ્વરી માતાના મંદિર વિશે…

એવું માનવામાં આવે છે કે, મહાભારતના સમયે પાંડવોએ આ મંદિરનું નિર્માણ કર્યું છે. એવું માનવામાં આવે છે કે,પાંડવોના સ્વપનમાં માતા બ્રજેશ્વરી આવ્યા હતા અને તેણે પાંડવોને કીધું હતું કે, તે કાંગડા ઝીલમાં છે. આથી પાંડવોએ ત્યાં મંદિરની સ્થાપના કરી હતી.આ મંદિરને વિદેશીઓ એ કેટલી વાર લુંટ્યું પણ છે.1009 માં ગઝનવી શાસક મહમ્મદે મંદિર ને લૂંટીને નષ્ટ કરી નાક્યું હતું.એવું માનવામાં આવે છે કે, મોહમ્મદ ગઝનવીએ આ મંદિરને 5 વાર લુંટ્યું હતું.

તે પછી, 1337 માં મુહમ્મદ બીન તુગલક અને પાંચમી સદીમાં સિકંદર લોદી પણ આ મંદિરને લૂંટીને નાશ કર્યો હાતું. અહીં એકવાર બાદશાહ અકબર પણ આવ્યા હતા, અને તેને ફરીવાર મંદિરનું નિર્માણ કરવામાં પણ મદદ કરી હતી. વર્ષો પછી 1905 માં, ભૂકંપ આવવાથી મંદિરનો સંપૂર્ણ રીતે નાશ થયો.પછી 1920 માં સરકાર દ્વારા આ મંદિર ફરીવાર બનાવવામાં હતું.

માતા બ્રજેશ્વરી પિંડી રૂપે આ મંદિરમાં બિરાજમાન છે. અહીં, માતાના પ્રસાદને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. પ્રથમ પ્રસાદ મહાસરસ્વીનો અર્પણ કરવામાં આવે છે, બીજો પ્રસાદ મહાલક્ષ્મીને અને ત્રજો મહાકાળીને અર્પણ કરવામાં આવે છે, અને પછી ભક્તોને વહેંચવામાં આવે છે.મંદિના ગર્ભિગૃહમાં પણ 3 પિંડી છે, પહેલી માતા બ્રજેશ્વરીની, બીજી માતા ભદ્રકાળી અને ત્રિજી સૌથી નાની પિંડી એકાદશીની છે.

ધાર્મિક માન્યતાઓ મુજબ, એકાદશીના દિવસે ચોખા રાંધવામાં આવતા નથી, પરંતુ આ શક્તિપીઠમાં એકાદશી સ્વયં છે,આથી તેને પ્રસાદમાં ચોખા જ ધરવામાં આવે છે. કાંગરા માના દરબારમાં પાંચ વાર આરતી કરવામાં આવે છે. અહીં બાળકોના મુંડન પણ કરવાણી વ્યવસ્થાપણ છે. જો ભક્તો સાચા હૃદયથી માતાના દરબારમાં પૂજા-અર્ચના કરે તો માતા બ્રજેશ્વરી તેની બધી જ મનોકામના પૂર્ણ કરે છે.

બ્રજેશ્વરી માતાના મંદિરમાં હિંદુઓ અને શીખોની સાથે સાથે અહીં મુસ્લિમો પણ શ્રદ્ધાથી માતાને ફૂલ ચડાવે છે. મંદિરમાં 3 ગુબંજ 3 ધર્મોના પ્રતીક છે.પ્રથમ ગુંબજ હિન્દુ ધર્મનો છે, જેની આકૃતિ મંદિર જેવી છે,બીજો ગુબંજ શીખ ધર્મનું પ્રતીક છે, અને ત્રેજો ગુંબજ મુસ્લિમ સમાજનું પ્રતીક છે.પૌરાણિક માન્યતાઓ મુજબ, મહીશુસુરાની માર્યા પછી માતા દુર્ગાને પણ વાગ્યું હતું. તે ઇજાઓને દૂર કરવા માટે માતાએ તેના શરીર ઉપર માખણ લગાડ્યું હતું.જે દિવસે માતાએ અહીં માખણ લગાડ્યું હતું, તે દિવસથી
અહીં માતાના પિંડને માખણથી ઢાકવામાંઆવે છે અને અઠવાડિયા સુધી ઉત્સવ મનાવવામાં આવે છે.

મંદિરની વિશેષતા એ છે કે, મંદિર ભવિષ્યમાં થવાની હોય તેવી ઘટનાઓ વિશે અગાઉથી જાણ કરવામાં આવે છે. જો અહીં મંદિરમાં કે મંદિરની આસપાસ કોઈ સમસ્યાઓ હોય તો ભૈરવ બાબાની મૂર્તિથીમાંથી આંસુઓ આવવાનું ચાલુ થઈ જાય છે. ત્યારે મંદિરના પૂજારી મોટા હવનનું આયોજન કરીને સમસ્યાને દૂર કરવા માટે માતાને પ્રાર્થના કરે છે. ભૈરવબાબાના મંદિરમાં સ્ત્રીઓને જવાની મનાઈ છે. માનવામાં આવે છે કે, બાબા ભૈરવની મૂર્તિ પાંચ હજાર વર્ષ જૂની છે. મંદિરની મુખ્ય દ્વાર પાર ધ્યાનુ ભગતની મૂર્તિ પણ છે, જેણે અકબરના સમયમાં માતાને બાલી રૂપે પોતાનું માથું ચડાવ્યું હતું.

Previous articleઆદુનું પાણી પીવાથી થાય છે અનેક ફાયદા, તે કેન્સર જેવા ગંભીર રોગો માટે પણ છે ફાયદાકારક…
Next articleસવારે ઉઠીને કરો આ 3 ઉપાય, જેથી થશે તમારી બીમારીઓ દૂર.