જાણો ભારતના મૈસુર પેલેસ વિષે કે જેમાં ૧૨ તો મંદિર આવેલા છે.

જાણવા જેવું

મૈસુર પેલેસ ભારતના સૌથી સુંદર અને શાહી મહેલોમાંનો એક છે. જાણો આ મહેલ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો. મૈસુર પેલેસ બેંગ્લોરથી ચાર કલાક દૂર સ્થિત છે. ભારતનો સૌથી સુંદર મહેલ કલા અને સંસ્કૃતિનો અનોખો દાખલો છે. આ મહેલનો સમૃદ્ધ ઇતિહાસ એ પાછલા યુગની વાર્તા બયા કરે છે. મહારાજા કૃષ્ણરાજેન્દ્ર ચથુર્ત વાડિયરે મહેલનો પાયો નાખ્યો હતો . મૈસુરનો પેલેસ જોવામા ખૂબ જ ભવ્ય છે. ચાલો જાણીએ આ મહેલને લગતી કેટલીક રસપ્રદ બાબતો વિશે.

હાલના સ્વરૂપમા આ મહેલ જેવો લાગે છે તે તેના મૂળ સ્વરૂપમા નહોતો. ખરેખર અગાઉ આ મહેલ સંપૂર્ણ લાકડામાંથી બનાવવામા આવતો હતો. માનવામા આવે છે કે ૧૮૯૭ મા પ્રિન્સેસ જયલક્ષ્મીના લગ્ન દરમિયાન આ મહેલ સળગીને રાખ થઈ ગયો હતો. માનવામા આવે છે કે તે સમયે મૈસુરમા દરસા પર્વની ઉજવણી કરવામા આવી રહી હતી.

મૈસુર પેલેસની આજે જે રચના જોવા મળે છે તે ચોથુ સંસ્કરણ છે. આ મહેલને તૈયાર થવા માટે ૧૫ વર્ષનો લાંબો સમય લાગ્યો હતો. તે ૧૮૧૨ મા બાંધકામની શરુઆત થઈ હતી અને ૧૯૧૨ મા બાધકામ પૂર્ણ થયુ હતુ. આ મહેલ કોઈ ભારતીય કારીગર દ્વારા બનાવવામા આવ્યો ન હતો પરંતુ બ્રિટીશ આર્કિટેક્ટ હેનરી ઇરવિન દ્વારા બનાવવામા આવ્યો હતો.

મૈસુર પેલેસને અંબા વિલાસ પેલેસ તરીકે પણ ઓળખવામા આવે છે. તાજમહલ પછી તે દેશનો બીજો સૌથી વધુ મુલાકાત લેવામા આવેલ મહેલ છે. કોરોના ચેપને કારણે લોકડાઉનનો સમય સિવાય ભવ્ય ઐતિહાસિક ઇમારતને જોવા માટે અહી વર્ષભર પ્રવાસીઓનો ધસારો રહે છે. ખાસ કરીને દસેરાની ઉજવણી દરમિયાન અહી પર્યટકોમા ઉત્તેજનાની લાગણી પ્રસરી જાય છે.

મૈસુર પેલેસ દિવસે જેટલો ખૂબસુરત લાગે છે તેના કરતા પણ રાત્રે વધુ સુંદર દેખાય છે. આ મહેલને રવિવાર, જાહેર રજા અને દશેરા દરમિયાન રાત્રે પ્રકાશિત કરવામા આવે છે. રસપ્રદ વાત એ છે કે આ મહેલમા લગભગ ૯૬,૦૦૦ થી ૯૮,૦૦૦ બલ્બ લગાવવામા આવ્યા છે, જેના કારણે રાત્રે આ મહેલ રાતે ઝળહળી ઉઠે છે. મૈસુર પેલેસ જોતા ગોલ્ડન હૌદા જોવો એ યાદગાર અનુભવ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેના મંડપમા 80 કિલોથી વધુ સોનાનો ઉપયોગ કરવામા આવ્યો છે. દશેરાની જાકી દરમ્યાન આ સ્થાન જોવા મળે છે.

આ મહેલની નજીક એક રહેણાંક સંગ્રહાલય પણ બનાવવામા આવેલ છે. અહી આવતા મોટાભાગના પર્યટકોને આ વિશે ખબર હોતી નથી. અહી મૈસુર પેલેસમા શાસન કરનારા રાજાઓના સમયની ફોટોગ્રાફ્સ, ચિત્રો, વિંટેજ ફર્નિચર અને અન્ય સુંદર વસ્તુઓ જોવા મળે છે. આ રોયલ પેલેસમા ૧૨ મંદિર આવેલ છે અને એક મંદિર ૧૪ મી સદીથી વધુ જૂનુ છે. આમા કોડી ભારરાવાસ્વામી મંદિર, શ્વેત વરાહસ્વામી મંદિર અને ત્રિનાયસ્વારા સ્વામી મંદિર મુખ્ય મંદિર છે. આ મંદિરોની સ્થાપત્ય કલા આકર્ષક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *