જાણો, રત્નાકર લુટારામાંથી કેવી રીતે બન્યા હતા એક મહાન ઋષિ વાલ્મીકિ…

334

પૌરાણિક માન્યતાઓ અનુસાર મહર્ષિ વાલ્મીકિએ રામાયણની રચના કરી હતી. સંસ્કૃત ભાષાના સર્વોચ્ચ જ્ઞાની મહર્ષિ હતા. એવું માનવામાં આવે છે કે, વાલ્મીકી ઋષિ એક લૂંટારા હતા, તેનું નામ ‘રત્નાકર’ હતું, પરંતુ નારદ મુનિની વાતને કારણે તેમના જીવનમાં એક પરિવર્તન આવ્યું અને તેણે અનૈતિક કર્યો કરવાનું છોડી દીધું અને ભગવાનની ભક્તિઓ  માર્ગ આપનાવ્યો. આ પછી, તે રત્નાકરમાંથી મહર્ષિ વાલ્મિકી તરીકે જાણીતા થયા.

પૌરાણિક માન્યતાઓ અનુસાર મહર્ષિ વાલ્મિકીનું અસલી નામ ‘રત્નાકર’ હતું. તેમના પિતા બ્રહ્માંડના રચયિતા બ્રહ્માના માનસ પુત્ર હતા. પરંતુ જ્યારે રત્નાકર ખૂબ નાના હતા, ત્યારે એક ભિલણી તેને પકડીને લઈ ગઈ હતી. આવી સ્થિતિમાં તેમનો ઉછેર ભીલ સમાજમાં જ થયો હતો. ભીલ જાતિના લોકો મુસાફરોને લૂંટવાનું કામ હતા. વાલ્મીકિએ પણ ભીલોનો લૂંટારુ ધંધો અપનાવ્યો.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, એકવાર નારદ મુનિ જંગલના રસ્તાઓમાંથી પસાર થતા હતા, ત્યારે લૂંટારુ રત્નાકરે તેને પકડી લીધા હતા. નારદ મુનિએ રત્નાકરને પૂછ્યું કે શું તમારા પરિવારના સભ્યો પણ તમારા દુષ્ટ કાર્યોના ભાગીદાર બનશે? પછી રત્નાકર તેના પરિવાર પાસે ગયા અને બધાને પૂછ્યું કે, તમે બધા મારા આ પાપના ભાગીદાર થશો. તો પરિવારના સભ્યોએ જવાબમાં સ્પષ્ટ ના પાડી દીધી. લૂંટારુ રત્નાકર આ જવાબથી આઘાત પામ્યો અને તેનું જીવન પરિવર્તિત થઈ ગયું. રત્નાકરે નારદ મુનિને મુક્તિનો માર્ગ પૂછ્યો.

નારદ મુનિએ રત્નાકરને રામ નામનો જાપ કરવાની સલાહ આપી. પણ રત્નાકરના મોઢામાંથી રામને બદલે મરા મરા બોલાતું હતું. આનું કારણ તેની ભૂતપૂર્વ ક્રિયાઓ હતી. નારદાએ તેને એ જ પુનરાવર્તન કરવાનું કહ્યું અને કહ્યું કે તમને આમાંથી રામ મળશે. ‘મરા-મરા’નો જાપ કરતી વખતે રત્નાકર લૂંટારો તપસ્યામાં મગ્ન થઈ ગયો. તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને ‘વાલ્મિકી’ નામ આપ્યું અને રામાયણ લખવાનું કહ્યું.

વાલ્મીકિએ નદીના કાંઠે પક્ષીઓની એક જોડી જોઇ, પણ પછી તે પક્ષીઓને અચાનક એક શિકારીએ બાણ માર્યું. આથી તે હતાશ થયા અને વાલ્મીકિ શિકારીને શ્રાપ આપ્યો કે, પ્રેમમાં વ્યસ્ત આ પક્ષીને મારનાર શિકારીને ક્યારેય સુખ પ્રાપ્ત નહીં થાય. જો કે, બાદમાં તેને તેના શ્રાપથી દુઃખ થયું. પરંતુ નારદ મુનિએ તેમને સલાહ આપી કે, તમે આ શ્લોકથી રામાયણ લખવાની શરૂઆત કરો.

Previous articleજાણો ખજૂરવાળું દૂધ પીવાથી થતા ફાયદાઓ વિષે, જે તમને અનેક પ્રકારના રોગોથી રાહત આપે છે.
Next articleવૈવાહિક જીવનમાં આ બાબતોને ધ્યાનમાં રાખવાથી, તમારા સંબંધો બનશે મજબૂત અને વધશે પ્રેમ…