પાકિસ્તાનમા હિન્દુનીઓની લઘુમતી છે અને તેમના પર થતી અત્યાચારની ઘટનાઓ ઘણીવાર સામે આવે છે. પરંતુ આજે અમે પાકિસ્તાનના એવા શહેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં મોટાભાગના લોકો હિન્દુ છે. હા, આ શહેરમા હિન્દુઓની વસ્તી મુસ્લિમો કરતા અનેકગણી વધારે છે.
અમે અહી મીઠી થરપારકર જિલ્લામાં સ્થિત મીઠી નામના શહેરની વાત કરી રહ્યા છીએ. લાહોરથી આશરે ૮૭૫ કિમી અને અમદાવાદ, ભારતથી ૩૪૦ કિલોમીટરના અંતરે સ્થિત આ સ્થાનનુ દૃશ્ય ખૂબ જ અનોખુ છે.
અહીંની કુલ વસ્તી ૮૭ હજારની છે. જેમા આશરે ૮૦% ટકા લોકો હિન્દુ છે. આમ હોવા છતા અહીં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી પરંતુ મીઠીમાં લોકો બંને સમુદાયના લોકો સાથે રહે છે.
મીઠીમા હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એટલો બધો સંબધ છે કે જ્યારે હિન્દુઓ ઇદ અને મુહરમ જેવા તહેવારોની ઉજવણી કરવામા અચકાતા નથી. મુસ્લિમો પણ તેમના હિંદુ ભાઈઓનો આદર કરતા ગાયને કાપતા નથી અને માંસ ખાવાનુ પણ ટાળે છે. અહીંના લોકો એકબીજાને ખૂબ ચાહે છે જેના કારણે અહી ગુનાખોરીનો દર પણ ખૂબ ઓછો છે.
તમને મીઠીની શેરીઓમા ઘણા મંદિરો અને મસ્જિદો જોવા મળશે.પરસ્પરની સમાજ ને લીધે નમાઝ દરમિયાન મંદિરોમા ઘંટ વગાડવામા આવતો નથી અને આરતીના સમયે મસ્જીતમા લાઉડ સ્પીકરો વગાડવામા આવતો નથી.