માનસરોવર તળાવ કૈલાસ પર્વત નજીક આવેલ છે. અહી ભગવાન શિવ અને માતા પાર્વતીનો વાસ હોય તેવુ માનવામા આવે છે. આ તળાવ વિશ્વના સૌથી સ્વચ્છ પાણીના તળાવોમાંનુ એક માનવામા આવે છે. આજ સુધી કોઈને ખબર નથી કે આ તળાવ કુદરતી રીતે બન્યુ છે કે બનાવવામા આવ્યુ છે. પરંતુ આ તળાવ સાથે એક બીજુ રહસ્ય જોડાયેલુ છે કે જેના વિશે વૈજ્ઞાનિકો આજ સુધી જાણી શક્યા નથી.
તમને જણાવી દઈએ કે કૈલાસ માનસરોવર અને કૈલાસ પર્વત વિસ્તારમા એક વિચિત્ર અવાજ સંભળાય છે. જાણે કોઈ વિમાન ત્યાંથી પસાર થઈ રહ્યુ હોય. એવુ કહેવામા આવે છે કે જો આ અવાજ કાળજીપૂર્વક સાંભળવામા આવે તો તે ડમરું અથવા ઓમનો અવાજ હોય તેવુ લાગે છે.
એવુ પણ કહેવામા આવે છે કે કૈલાસ માનસરોવર વિસ્તારમા સવારે ૨:૩૦ થી ૩:૪૫ ની આસપાસ પેરાનોર્મલ એક્ટિવિટીઝ અને વિવિધ પ્રકારની અલૌકિક પ્રવૃત્તિઓ દેખાતી ન હોવા છતા અનુભવી શકાય છે. એવુ કહેવામા આવે છે કે જે પણ વ્યક્તિ કૈલાસ માનસરોવરમા ડૂબકી લગાવે તેને પૃથ્વી પર ફરીથી જન્મ લેવાની જરૂર પડતી નથી.
દર વર્ષે સેંકડો ભક્તો આ તળાવની મુલાકાત લે છે અને આ અલૌકિક વાતાવરણને અનુભવે છે. વૈજ્ઞાનિકોના મતે કૈલાસ માનસરોવરની આજુબાજુ બરફ પીગળવાનો અવાજ પણ હોઈ શકે છે કારણ કે જ્યારે પણ બરફ પીગળે છે ત્યારે અનેક પ્રકારના અવાજો સંભળાય છે. પરંતુ ભક્તોના મતે આ અવાજ પાછળ અલૌકિક શક્તિઓ છે. કારણ ગમે તે હોઈ શકે પરંતુ કૈલાસ માનસરોવરનુ આ વણઉકેલાયેલ રહસ્ય હંમેશા લોકોને આશ્ચર્યચકિત કરે છે.