Homeઅજબ-ગજબજાણો ભારતમાં આ જગ્યાએ આવેલું છે મૃત્યુ નું મંદિર અને તેનો ઉલ્લેખ...

જાણો ભારતમાં આ જગ્યાએ આવેલું છે મૃત્યુ નું મંદિર અને તેનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે.

હિમાચલ પ્રદેશમા યમરાજનુ મંદિર આવેલ છે. પુરાણોમા આ મંદિરનો વિચિત્ર ઉલ્લેખ છે. આ મંદિરમા વિચિત્ર પ્રકારની ઠંડકનો અહેસાસ થાય છે. મૃત્યુ એ જીવનનો એક તબક્કો છે જે એક દિવસ બધાને પાર કરીને એવી જગ્યાએ જવુ પડે છે જયા આત્મા વાસ કરતી હોય. આ સમગ્ર વિશ્વમા જ્યા પણ મંદિર છે તે સુખ અને સમૃદ્ધિ દેવતાઓને સમર્પિત છે. પરંતુ વિશ્વનુ એકમાત્ર મૃત્યુનુ મંદિર ભારતના હિમાચલ પ્રદેશમા સ્થિત છે.

આ એક મંદિર છે જેનો પુરાણોમા પણ ઉલ્લેખ છે. એવુ કહેવામા આવે છે કે મૃત્યુ પછી દરેક જીવંત આત્મા એકવાર આ મંદિરમા આવે છે. હિમાચલ પ્રદેશના ભરમૌરમા સ્થિત આ મંદિર દેવ યમરાજને સમર્પિત છે. આ મંદિરને પ્રથમ નજરમા જોતાવેત એક સામાન્ય મંદિર જેવુ દેખાય છે. પરંતુ આ મંદિરનો ઉલ્લેખ પુરાણોમા ખૂબ વિચિત્ર છે.

પુરાણો અનુસાર આ મંદિરને પૃથ્વીના ભૌતિક પરિમાણનુ કેન્દ્ર કહેવામા આવ્યુ છે. આ ભૌતિક સર્જન ને પુરાણોમા માયા કહેવામા આવે છે તે આ સ્થાન પર સુકા કેન્દ્ર તરીકે છે. એવુ કહેવાય છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય છે ત્યારે તે માયામાંથી બહાર આવે છે. જે પછી તેણે એક કેન્દ્રથી બીજા કેન્દ્રમા જવુ પડે છે. આ કેન્દ્રમા મૃત્યુના દેવતા યમરાજ દરેક જીવને તેના કર્મોનુ ફળ આપે છે.

પુરાણો અનુસાર યમદૂત આપણા શારીરિક પરિમાણમા રહે છે. યમદૂત આત્માને યમરાજ પાસે લઈ જાય છે.
જણાવી દઈકે કે આ મંદિર મા એક ઓરડો ખાલી રાખવામા આવ્યો છે જેને યમરાજ નો રૂમ કહેવામા આવે છે. મંદિરમા ચાર દરવાજા છે જે સોના, ચાંદી, લોખંડ અને તાંબાના બનેલા છે.

એવુ કહેવામા આવે છે કે દરેક આત્માને તેના કાર્યો અનુસાર આ દરવાજા દ્વારા મોકલવામા આવે છે. ફક્ત એક મહાન આત્માને સોનાના દરવાજાથી જવાની મંજૂરી છે. આ મંદિર પાસેથી મોટાભાગના ભક્તો માથુ નમાવીને ચાલ્યા જાય છે. એવુ કહેવામા આવે છે કે આ મંદિરમા વિચિત્ર પ્રકારની ઠંડકનો અનુભવ થાય છે. અહી પૂજા કરનારાઓના હૃદયમાથી અકાળ મૃત્યુ નો ભય નીકળી જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments