જાણો બજારમાં મળતી ફૂલવડી બનાવવાની રીત. ફૂલવડી કડક અને થોડીક નરમ એમ બે પ્રકારની હોય છે. લીંબુના ફૂલનો ઉપયોગથી નરમ અને દહીં નો ઉપયોગ કરાથી કડક ફુલવડી બને છે. આજે આપણે જોઈશું કે ફૂલવડી ને ઘરે કેવી રીતે બનાવવી. તમે ફૂલવડી ને ડબ્બામાં ભરી 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો જાણો તેને કેવી રીતે બનાવી શકાય.
* સામગ્રી *
– 200 ગ્રામ ઝાડો ચણાનો લોટ
– 2 ચમચી ઝીણો ચણાનો લોટ
– 1/2 બાઉલ દહીં
– 1/2 ચમચી ગરમ મસાલો
– 1/2 ચમચી હળદર
– 1/5 ચમચી લાલ મરચું પાવડર
– 2 ચમચી ખાંડ
– 2 ચપટી ખાવાનો સોડા
– 1/5 ચમચી સફેદ તલ
– સ્વાદ પ્રમાણે મીઠું
– 1 ચમચી ખાંડેલા સૂકા ધાણા
– 1 ચમચી ખાંડેલા કાળા મરી
– 2 થી 4 ચમચી તેલ
– તળવા માટે તેલ
* રીત *
– સૌ પ્રથમ, અમે એક વાટકીમાં ગરમ મસાલો, હળદર, મરચું, ખાંડ, ખાવાનો સોડા, તલ, મીઠું, ધાણા અને મરી ને મિક્સ કરો. અને ચમચીની મદદથી મિક્સ કરવું જેથી ખાંડ સારી રીતે ભળી જાય. જ્યારે ખાંડ ઓગળી જાય ત્યારે તેમાં તેલ ઉમેરીને મિક્સ કરો.
– હવે તે મિશ્રણ માં ચણાનો લોટ નાખીને મિક્સ કરો. પછી તેમાં દહીં નાખો. પછી તેમાં સાદા પાણી ઉમેરવાની જરૂર નથી કારણ કે આપણે દહીં લીધું છે અને ખાંડ પણ થોડું પાણી બનાવે છે. ત્યાર બાદ તેનો લોટ બધો. લોટ માં થોડું તેલ લગાવી તેને 2 થી કલાક સુધી ઢાંકી દો.
– હવે 2 કલાક પછી જ્યારે તમે ફુલવાડી બનાવવાનું શરૂ કરો, તે પહેલાં તેમાં બે થી ત્રણ ચમચી ગરમ તેલ નાંખો અને તેને બરાબર મિક્ષ કરી લો.
– ફુલવાડી બનાવવા માટે તેલ ગરમ કરવા મુકો. ફુલવાડી બનાવવાનો ઝરો બજારમાં મળે છે. તેની મદદથી આપણે ફૂલવાડી બનાવીશું. ઝારાને તપેલી પર રાખો, અને ગેસ ધીમો કરો. થોડો લોટ હાથમાં લો અને હથેળીની મદદથી લોટ ને ઝરા માં ઘસો તેથી સરળતાથી ફુલવાડી તેલમાં પડી જાય.
– જ્યારે ફુલવાડી પડી જાય ત્યારબાદ ગેસને ફૂલ કરો. તેને 2 થી 3 મિનિટ માટે તળો. જ્યારે ફુલવાડી તળાય જાય, ત્યારે તેને એક પ્લેટમાં કાઢી લેવી.
– હવે તે ફુલવાડી પીરસવા માટે તૈયાર છે, જ્યારે તે ઠંડી થાય, ત્યાર પછી તમે તેને બોક્સમાં ભરીન સ્ટોર કરી શકો છો.