આજે પણ આ બંને ગામ રાધા-કૃષ્ણના કારણે એક બીજા સાથે જોડતા નથી, આ પરંપરા પાંચ હજાર વર્ષ જૂની છે. આજે અમે તમને આવા બે ગામોના નામ જણાવવા જઈ રહ્યા છીએ જ્યા છેલ્લા ઘણા સમયથી એક વિચિત્ર પરંપરાનુ પાલન કરવામા આવી રહ્યુ છે. ખાસ વાત એ છે કે આ બંને ગામો ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંબંધિત છે. અહી ઉલ્લેખિત બે ગામ નંદગામ અને બારસાના છે.
અહીંની અનોખી પરંપરાને કારણે આ બંને ગામોના લોકો ક્યારેય વૈવાહિક સંબંધોમાં જોડતા નથી. ચાલો આપણે જાણીએ કે આ પરંપરા ઉજવવા પાછળનુ કારણ શું છે? ખરેખર ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાના પ્રેમને કારણે અહીંના લોકો આ પરંપરાને અનુસરી રહ્યા છે.
બરસાનાના રહેવાસીઓનુ માનવુ છે કે શ્રી કૃષ્ણ સિવાય અહી બીજો કોઈ જમાઈ હોઈ શકે નહી અને આ જ રીતે માત્ર નંદગામની પુત્રવધૂ રાધા રહેશે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો રાધા-કૃષ્ણના પ્રેમને સાચવી રાખવા માટે નંદગામ અને બારસાનાના લોકો આવુ કરતા રહ્યા છે. ગામલોકોનુ માનવુ છે કે જો બંને ગામના વચ્ચે લગ્ન કરવાનુ શરૂ થઈ જશે તો રાધા-કૃષ્ણનો પ્રેમ મટી જશે.
એવુ કહેવામા આવે છે કે બારસાનાના વડીલો નંદગામને રાધાનુ સાસરુ મને છે અને ત્યાનુ પાણી પણ પીતા નથી અને બરસાના માથી નંદગામ આવવા વાળા લોકોને ખાલી હાથે આવવા દેતા નથી. છેલ્લા પાંચ હજાર વર્ષથી નંદગામ અને બારસાના વચ્ચે કોઈના લગ્ન થયા નથી.