જાણો ‘નરકનો દરવાજો’ કહેવાતા એવા મંદિર વિષે કે જ્યાં જનારા વ્યક્તિ કદી પાછા આવતા નથી.

અજબ-ગજબ

આ સ્થાન તુર્કીના પ્રાચીન શહેર હેરાપોલિસમા હાજર છે. હાલમા પુમુક્કલ શહેર તરીકે ઓળખાય છે. ખરેખર તે એક મંદિર છે. એવુ કહેવામા આવે છે કે આ મંદિરની પાસે જવા વાળો વ્યક્તિ ક્યારેય પાછો નથી આવતો. એટલું જ નહી મંદિરની નજીક જતા પ્રાણીઓ અને પક્ષીઓ પણ મરી જાય છે.

આ વિશ્વ વિચિત્ર રહસ્યોથી ભરેલું છે. આમાંથી કેટલાક ઉકેલાયા છે. પરંતુ સેંકડો રહસ્યો હજી વણઉકેલાયેલા છે. તેમને હલ કરવા માટે ઘણા પ્રયાસો કરવામા આવ્યા હતા. પરંતુ આજદિન સુધી કોઈ સમાધાન મળ્યુ નથી. આજે અમે તમને આવા જ કેટલાક વણઉકેલાયેલા રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ જેને ‘હેલ ડોર’ પણ કહેવામા આવે છે.

સમાચાર અનુસાર છેલ્લા ઘણા સમયથી આ મંદિરમાં રહસ્યમય મૃત્યુ સતત થતા રહે છે. અહીના લોકો જણાવે છે કે પ્લુટોના દેવના નામે પ્રાણીઓને મરવા માટે આ ગુફામા ભરી દેવામા આવ્યા હતા અને ગ્રીક દેવના ઝેરી શ્વાસને લીધે તેમનુ મ્રત્યુ થઈ જતુ હતુ. તે જ સમયે, વૈજ્ઞાનિકનુ માનવુ છે કે અહી મૃત્યુ માટેનુ કારણ મંદિરની નીચેથી સતત નીકળતો કાર્બન ડાયોક્સાઇડ ગેસ છે. તેમના કહેવા મુજબ અહીંની તમામ મૃત્યુ તેના કારણે થઈ છે.

તાજેતરમા રોમના કેટલાક વૈજ્ઞાનિકે પણ આ ગુફાની મુલાકાત લીધી હતી જેમા તેમને જાણવા મળ્યુ હતુ કે મંદિરની નીચેની ગુફામાં કાર્બન ડાયોક્સાઇડ ગેસનો મોટો જથ્થો છે. વૈજ્ઞાનિકે જણાવ્યુ કે મંદિરની ગુફામાં કાર્બન ડાયોક્સાઇડ જેવો ઝેરી વાયુ ૯૧% હાજર છે. જ્યારે માત્ર ૧૦ ટકા કાર્બન ડાયોક્સાઇડ ગેસ કોઈ પણ માનવીને ૩૦ મિનિટની અંદર મારી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *