ભારત એક એવો દેશ છે જ્યા તમને દરેક પગલા પર વિવિધતાની સાથે કેટલીક વિચિત્ર વસ્તુઓ મળશે. જે આ સમયે માનવુ ખૂબ મુશ્કેલ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે લોકો હજી પણ કેટલીક પ્રાચીન માન્યતાઓમા વિશ્વાસ કરે છે. આજે અમે તમને એક એવા જ અજીબોગરીબ ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યા લોકો વનવાસ જાય છે અને આ સમય દરમિયાન તેમના ઘરના દરવાજા ઉપર તાળુ મારવામા નથી આવતુ.
બિહારના પશ્ચિમ ચંપારણ માં બગહા જીલ્લાની નૌરંગીયા પંચાયત માં આવેલ આ ગામનું નામ નૌરંગીયા છે. અહિયાં લગભગ ૨૦૦ વર્ષ પહેલાથી ચાલી આવતી આ પરંપરા નું પાલન આજે પણ કરવામાં આવે છે.આ ગામમા આશરે ૮૦૦ મકાનો છે અને દરેક ઘરના દરેક સભ્યને વર્ષમા એક વાર વનવાસ જવુ પડે છે.
વૈશાખ મહિનામા જાનકી નવમીના દિવસે બધા ગામલોકો વનદેવીની પૂજા કરવા જંગલમા જાય છે. જ્યા તેઓને આખો દિવસ પસાર કરવો પડે છે. આ દિવસે લોકો વનદેવીને પ્રાકૃતિક આપત્તિથી બચાવવા માટે પ્રાર્થના કરે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ સમય દરમિયાન લોકો પોતાના ઘરોને તાળુ મારતા નથી કારણ કે તેઓ માને છે કે જે કોઈ ચોરી કરવાનો પ્રયાસ કરે છે તે જીવન ભર માટે અંધ બની જાય છે.
ગામના લોકો આ ખાસ દિવસે સૂર્યોદય પહેલા ઘરની બહાર નીકળે છે અને સૂર્યાસ્ત સુધીનો સમય જંગલમાં વિતાવે છે. આ દિવસે કોઈ ગામમા રોકાતુ નથી કારણ કે એવુ માનવામા આવે છે કે આ સમયે વનદેવી ગામમા આવે છે અને તે સમયે કોઈ જીવંત વ્યક્તિનુ ત્યા હાજર રહેવુ ખરાબ માનવામા આવે છે.
આ પૂજા અહીંના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે પ્રસાદ બનાવવાનુ કામ મહિલાઓને સોંપવામા આવે છે અને પુરુષો પૂજા કરે છે. દિવસભર તેઓ પ્રસાદ ખાય છે. ગામના સરપંચ વિક્રમ માહતો આ પરંપરા વિશે જણાવે છે કે આજથી ઘણા વર્ષ પહેલા ગામમા ઘણા લોકો કોલેરા અને પ્લેગને કારણે મૃત્યુ પામ્યા હતા.
ત્યારથી વનદેવીની ઉપાસના શરૂ થઈ. આ સમય દરમિયાન જેણે પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો તેની દ્રષ્ટી કાયમ માટે ચાલી ગઈ છે.