ભારત નો પોતાનો સમૃદ્ધ ઇતિહાસ છે અને તે હજી પણ લોકોના આકર્ષણનુ કેન્દ્ર છે. ભારતમા તાજમહલ વિશે બધા જ જાણે છે, પરંતુ શું તમે ક્યારેય નીરમહેલ વિશે સાંભળ્યુ છે? અગરતલાથી લગભગ ૫૩ કિમી દૂર સ્થિત આ મહેલની પોતાની એક વિશિષ્ટ સુવિધા છે. તે ભારતના સૌથી સુંદર મહેલોમાંનો એક છે અને તે પોતાની જેમ અનોખો મહેલ છે. રુદ્રસાગર તળાવની મધ્યમા સ્થિત આ મહેલ મુસ્લિમ અને હિન્દુ બંને સંસ્કૃતિઓ અને સ્થાપત્ય રચનાને પ્રતિબિંબિત કરે છે. પાણીની વચ્ચે તરતા આ મહેલની સુંદરતા જોતા જ બની જાય છે.
અગરતલા એ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે અને અહી આવનારા લોકો નિરમહેલને જોવા ચોક્કસપણે જાય છે. કોરોના ચેપને કારણે હાલમા લોકો હજી મુસાફરી કરી રહ્યા નથી. પરંતુ જ્યારે દેશમા પરિસ્થિતિ સામાન્ય થઈ જાય અને તમે અગરતલા જશો ત્યારે આ નિરમહેલને જોવાનું ભૂલશો નહી.
નીરમહેલનો ઇતિહાસ :–
નીરમહેલ એટલે જળનો મહેલ. તે અગરતલાથી લગભગ ૫૩ કિમી દૂર આવેલ છે. તેનુ નિર્માણ ત્રિપુરાના મહારાજા વીર વિક્રમ કિશોર દેબબર્મા માણિક્ય દ્વારા તેમના ઉનાળાના મહેલ તરીકે નિર્માણ કરાયુ હતુ. રુદ્રસાગર તળાવની મધ્યમા મહેલ બનાવવાનો રાજાનો વિચાર હતો. મહેલની રચના મહારાજાની મુસ્લિમ અને હિન્દુ સંસ્કૃતિ બંનેની ઝલક આપે છે.
નીરમહલ એ ભારતનો સૌથી મોટો અને એક પ્રકારનો જળમહેલ છે. પૂર્વ ભારતમા તે એકમાત્ર મહેલ છે. આ મહેલ બનાવવા માટે રેતી ,પત્થર અને આરસનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ ઉપરાંત અહી ગુંબજ આકારનો ટાવર જે દૂરથી જોઈ શકાય છે અને તેનો દેખાવ દુરથી કિલ્લા જેવો આવે છે.
નીરમહેલને કોઈપણ સમયે જોતા તે સુંદર લાગે છે પરંતુ રાત્રે તેને એક અલગ દૃશ્ય જોવા મળે છે. રાત્રે પાણીમા તેનુ પ્રતિબિંબ તેની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે. જો તમે ત્રિપુરાની સંસ્કૃતિ અને ઇતિહાસથી પરિચિત થવા માંગતા હો તો ચોક્કસપણે આ મહેલની મુલાકાત લો. ખાસ કરીને તહેવારો દરમિયાન તમારે અહી મુલાકાત લેવી જ જોઇએ કારણ કે તે દરમિયાન ઇમારત ભવ્ય રીતે શણગારવામા આવે છે જે મહેલની ભવ્યતામા અનેકગણો વધારો કરે છે.
નીરમહેલ અગરતલાથી ૫૩ કિ.મી.ના અંતરે મેલાઘર શહેરમા સ્થિત છે. જો તમારે ત્યા ટ્રેનથી જવું હોય તો નજીકનું રેલ્વે સ્ટેશન કુમારાઘાટથી ૧૬૦ કિમી અને ધર્મ નગરથી ૨૦૦ કિમી દૂર છે. જો તમે હવાઈ માર્ગે જાવ છો તો અગરતલા એરપોર્ટ મહેલની સૌથી નજીક હશે. આ સ્થાનની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચનો છે.