ભારતમા ઘણા પ્રાચીન મંદિરોનુ પોતાનુ એક રહસ્ય છે, જેનુ રહસ્ય આજની તારીખ સુધી હલ નથી થયુ. તમિલનાડુમા એક પ્રાચીન શિવ મંદિરના સ્તંભો માંથી સુર ભરેલી ધૂન નીકળે છે. વિવિધ મંદિરો માણસની આસ્થાનુ પ્રતીક છે. જો કે ધાર્મિક જોડાણ સિવાય વિવિધ મંદિરોના નિર્માણમા સ્થાપત્ય ઉપર પણ ધ્યાન આપવામા આવે છે. આખા ભારતમા ઘણા મંદિરો છે જે પોતાની ધાર્મિક માન્યતાઓ અને વિશેષતાઓ ધરાવે છે. આ મંદિરોમાંથી એક મંદિર તમિલનાડુ રાજ્યના તિરુનેલવેલીમા સ્થિત નૈલયપ્પર મંદિર છે. આ મંદિરનુ સ્થાપત્ય ઉત્તમ છે. આ સિવાય આ મંદિરના સંગીત સ્તંભો એટલે કે મ્યુઝિકલ પીલર દરેકનુ ધ્યાન આકર્ષિત કરે છે. હા, તમે તે બરાબર સાંભળ્યું છે. આ મંદિરના થાંભલાઓ એક સુરીલા અવાજને બહાર કાઢે છે જાણે કે તે આધારસ્તંભ નહી પણ કોઈ સંગીતનુ વાદ્ય હોય.
રાજ્યના સૌથી પ્રખ્યાત મંદિરોમાના એક આ નેલાયપ્પર મંદિરના સ્તંભોમાંથી નીકળતા મધુર અવાજ પાછળનુ રહસ્ય હજી પણ જાણી શકાયુ નથી. લોકો આ મંદિરનો મધુર અવાજ સાંભળવા અને તેની પાછળનુ રહસ્ય જાણવા માટે દૂર-દૂરથી આવે છે. આ મંદિરની વિશેષ વિશેષતા એ છે કે આધારસ્તંભ સંગીતની સાત મૂળભૂત સુરની ધૂન કાઢે છે. અહી હાજર લગભગ ૧૬૧ સ્તંભો એક રીતનો સંગીતમય અવાજ ઉત્પન્ન કરે છે. તો ચાલો જાણીએ આ મંદિર અને તેના સંગીત સ્તંભો વિશે.
મંદિરનો ઇતિહાસ :- તામિલનાડુના તિરુનેલવેલીનુ નેલાયપ્પાર મંદિર ખરેખર ભગવાન શિવને સમર્પિત મંદિર છે. તિરુનેલવેલી શહેર એ પાંચ સ્થાનોમાંથી એક માનવામા આવે છે જ્યા ભગવાન શિવે પોતાનુ નૃત્ય પ્રદર્શિત કર્યું હતુ. અહીંનુ નેલાયપ્પર મંદિર ઈ.સ. ૭૦૦ મા બનાવવામા આવ્યુ હતુ. સ્થાપત્યરૂપે તે એક ઉત્તમ કૃતિ છે. આ મંદિર પાંડવોથી પણ સંબંધિત છે.
એવુ માનવામા આવે છે કે મૂળ મંદિર સંકુલ પાંડવોએ બનાવ્યુ હતુ. આ મંદિર ૧૪.૫ એકરમા પથરાયેલું છે. કહેવામા આવે છે કે આ મંદિરનુ નિર્માણ નિંદરાસીર નેદુમરણ દ્વારા ૭ મી શતાબ્દી મા કરવામા આવ્યુ હતુ. જ્યારે આ થાંભલાઓ પર ટકોર કરવામા આવે ત્યારે સુરેલી ધૂન ઉત્પન થાય છે. તે સમયની શ્રેષ્ઠ કારીગરી બતાવે છે.
આ મંદિરના થાંભલાઓ ઈંટ જેવો મધુર અવાજ કાઢે છે. આ થાંભલાઓ માંથી સંગીતના સાત સુર સરળતાથી સાંભળી શકાય છે. મંદિરમા કુલ ૧૬૧ સ્તંભો છે જે સંગીતના અવાજનુ નિર્માણ કરે છે. અહીંના આર્કિટેક્ચરના ઉચ્ચ ધોરણોનો અંદાજ એ હકીકત ઉપરથી લગાવી શકાય છે કે ૪૮ સ્તંભોના જૂથ એક જ પથ્થર માથી કોતરવામા આવ્યા છે.
આ થાંભલાઓ વિશેની સૌથી રસપ્રદ બાબત એ છે કે જ્યારે તેમાંથી કોઈ એક સ્તંભને ટકોર કરવામા આવે ત્યારે આસપાસના સ્તાભો માંથી રણકાર ઉત્પન થાય છે. મંદિરના થાંભલાઓમાંથી આવતા આ સુરીલા અવાજ વિશે વિગતવાર જાણવા ઘણા સંશોધન કરવામા આવ્યા છે. આમાંના એક સંશોધન મુજબ, આ મંદિરમા પથ્થરના સ્તંભોને શ્રુતિ સ્તંભ, ગણ થોંગલ અને લાયા થોંગલ ત્રણ કેટેગરીમા વહેંચવામા આવ્યા છે. નેલાયપ્પર મંદિરમા તમને શ્રુતિ અને લયનુ સંયોજન જોવા મળશે. લય સ્તંભ એ છે કે બીટ કે તાલનુ ઉત્પન કરે છે. એવામા જયારે શ્રુતિ સ્તંભ ઉપર ટકોર કરવામા આવે તો લય સ્તંભમાંથી સંગીતના સુરનો અવાજ આવે છે.