દિલ્હીના સેટ સ્ટીફન કોલેજથી ગ્રેજુએશન કરી ચૂકેલ ૨૧ વર્ષીય યુવકે માઈન્ડ સ્પોર્ટ્સ ઓલમ્પિક ૨૦૨૦ મા ગોલ્ડ મેડલ જીત્યો હતો. એવુ કહેવામા આવે છે કે કંઇપણ મન કરતા મજબૂત નથી. તે પછી જ તકનીકીના આ યુગમાં માનવ મન સુપર કમ્પ્યુટરને હરાવી શકે છે. હૈદરાબાદના ૨૧ વર્ષના છોકરાએ પણ આવું જ પ્રદર્શન કર્યું છે. જેણે પોતાની તીક્ષ્ણ સ્મૃતિને કારણે વિશ્વમા સૌથી ઝડપી ‘હ્યુમન કેલ્ક્યુલેટર’ નામનો ખિતાબ પોતાને નામ કર્યો. આ કામ કરનાર વ્યક્તિનુ નામ નીલકંઠ ભાનુ પ્રકાશ છે. તેણે તાજેતરમાં લંડનમા યોજાયેલી માઈન્ડ સ્પોર્ટસ ઓલિમ્પિયાડ ૨૦૨૦ માં ભાગ લીધો હતો. જેમાં નીલકંઠે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.
સ્પર્ધામાં ૧૩ દેશોના સ્પર્ધકે ભાગ લીધો હતો. દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી સ્નાતક થયેલા નીલકંઠ પણ તેમાં સામેલ હતા. તેણે સ્કોટ ફ્લેન્સબર્ગ અને શકુંતલા દેવીના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. હવે તેની પાસે સૌથી ઝડપી ગણતરીઓનો વિશ્વ રેકોર્ડ છે. નીલકંઠના મનની આટલી તેજ ધાર જોઈને સ્પર્ધાના ન્યાયાધીશો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ગણિતમા પ્રતિભાશાળી બનાવવા માંગે છે. તેના માટે તેનુ વિશ્વ ગણિત છે. લોકડાઉનમા નીલકંઠ ૮ થી 12 ધોરણના બાળકો માટે ઓનલાઇન વર્ગો લઈ રહ્યા છે. હાલમા લગભગ એક લાખ વિદ્યાર્થીઓ તેમના વર્ગોનો ભાગ છે. નીલકંઠ એક ગણિતની લેબ બનાવવા માંગે છે જેના દ્વારા તે હજારો બાળકો સુધી સરળતાથી પહોંચી શકે.
હાલમાં તે એક્સપ્લોરિંગ ઇન્ફિનિટીઝ નામના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે હાલ દેશની સરકારી શાળાઓમાં ભણતા ૪ માંથી ૩ બાળકોને ગણિત સમજવામાં મુશ્કેલી થાય છે. તે બાળકોને આ પ્રકારની સરળ તકનીક કહેશે જે આ સમસ્યાને હલ કરશે.