Homeરસપ્રદ વાતોશું તમે ક્યારેય જાણવાની કોશિશ કરી છે કે વોશિંગ પાવડર નિરમા ના...

શું તમે ક્યારેય જાણવાની કોશિશ કરી છે કે વોશિંગ પાવડર નિરમા ના પેકેટ પર જે છોકરી નો ફોટો આવે છે એ છોકરી કોણ છે? અને આની પાછળનુ સત્ય શું છે?.

૯૦ નો સમયગાળો એવો હતો જ્યારે બે ચાર ટેલિવિઝન ચેનલો પર લોકોનુ જીવન અટવાયેલ હતુ. લોકો પસંદ કરેલા કાર્યક્રમો અને જાહેરાતોથી ખુશ હતા. આજે પણ લોકો તે સમયગાળાની બધી વસ્તુઓ યાદ કરે છે. હવે જ્યારે ૯૦ ના દાયકાની જાહેરાતોની વાત કરવામા આવી રહી છે ત્યારે નિરમા વોશિંગ પાવડરનુ નામ આપમેળે જીભ પર આવે છે. તે જાહેરાત હજી પણ લોકોના મનમા તાજી છે.

લોકો તે સમયે પણ વોશિંગ પાવડર નિર્માનુ તે ગીત ગાતા હતા અને હજી પણ તેને યાદ કરે છે. તમે જોયુ જ હશે કે એક છોકરી નિરમા વોશિંગ પાવડરના પેકેટ પર સફેદ ફ્રોક પહેરેલી જોવા મળે છે પરંતુ શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે આ છોકરી કોણ છે? અને આ પાછળનુ સત્ય શું છે? ચાલો જાણીએ.

ચાલો તમને જણાવી દઈએ કે ૧૯૬૯ મા ગુજરાતના કરસનભાઇએ નિરમા વોશિંગ પાવડરની શરૂઆત કરી હતી. કરસનભાઇને એક પુત્રી હતી જેને તે ખૂબ જ ચાહે છે. જોકે તેમની પુત્રીનુ નામ નિરૂપમા હતુ પરંતુ પ્રેમથી તે પોતાની પુત્રીને નિરમા કહેતા હતા.

એક દિવસ ક્યાંક જતા હતા ત્યારે નિરૂપમાનો અકસ્માત થયો અને તેનુ મોત નીપજ્યુ. આ ઘટનાથી કરસન ભાઈ એટલા તૂટી ગયા હતા કે તેમને સંભાળવા મુશ્કેલ થઈ ગયુ હતુ. તે હંમેશા ઇચ્છતા હતા કે તેમની નિરમા મોટી થઈને ખુબ નામના મેળવે પરંતુ તેમના અકાળ અવસાનથી તેમનુ સ્વપ્ન પરિપૂર્ણ થઈ શક્યુ નહી પરંતુ તેમણે નિશ્ચય કર્યોકે તે નિરમાને અમર બનાવશે.

તેણે નિરમા વોશિંગ પાવડર રજૂ કરીને નીરમાનુ ચિત્ર પેકેટ ઉપર છાપવાનુ શરૂ કર્યું. જો કે આ સફર એટલી સરળ નહોતી કારણ કે તે સમયે બજારમા સર્ફ જેવા પાવડરનુ વર્ચસ્વ હતુ. તે સમયે સર્ફનો ભાવ પ્રતિ કિલો ૧૫ રૂપિયા હતો. કરસનભાઇએ કિલોના માત્ર સાડા ત્રણ રૂપિયાના દરે નીર્માનુ વેચાણ શરૂ કર્યું હતુ. ભાવ ઓછો હોવાને કારણે ધીરે ધીરે લોકો નિરમાને જાણવા લાગ્યા.

તે સમયે કરસનભાઈ સરકારી નોકરી કરતા હતા. દરરોજ સાયકલ પર બેસીને ઓફિસ જતા રસ્તામા લોકોના ઘરે વોશિંગ પાવડર વેચતા રહેતા હતા. અમદાવાદમા હવે લોકો મોટા પાયે નિરમાને ઓળખવા લાગ્યા હતા હતા. ત્રણ વર્ષની મહેનત બાદ તેણે આ વોશિંગ પાવડર ફોર્મ્યુલા તૈયાર કર્યું. તે વોશિંગ પાવડરને બનાવવાથી લઈને વેચવા સુધીનુ બધુ જ કામ કરતા. થોડા સમય પછી તેમણે નોકરી છોડી દીધી અને પોતાનુ સંપૂર્ણ ધ્યાન નીરમા ઉપર કેન્દ્રિત કર્યું.

તેણે નીરમા માટે એક ટીમ પણ બનાવી હતી જે નજીકની દુકાનમા જતા અને આ પાવડર વેચતા. હવે સમસ્યા આવવા લાગી અને ત્યા ઘણા લોકો હતા જેને કરસનભાઇ ઉધાર માલ આપતા હતા પરંતુ પૈસા પાછા આપવાની વાત આવે ત્યારે દુકાનદાર લાંબા-લાંબા બહાના કાઢતા. જેના કારણે કરસનભાઇને નુકસાન થવા લાગ્યુ હતુ.

એક દિવસ તેમણે ટીમની મીટિંગ બોલાવી અને જાહેરાત કરી કે બજારમાં બધા નિરમાના પેકેટો પાછા લઈ આવો. ટીમને લાગ્યુ કે કરસનભાઇએ હવે હાર માની લીધી છે નિરમા જલ્દી બંધ થવાની તૈયારીમા છે પરંતુ કરસનભાઇના મનમાં કંઈક બીજુ ચાલતુ હતુ. તેણે હવે જાહેરાતોમા રોકાણ કરવાનુ નક્કી કર્યું .

નીરમાની જાહેરાત ખૂબ જ સરસ જિંગલ સાથે ટીવી પર દેખાવા માંડી. નીરમાએ રાતોરાત દેશભરમા લોકોનુ ધ્યાન આકર્ષિત કર્યું. ‘ધ વોશિંગ પાવડર નિરમા’ આ ગીત લોકોની જીભ ઉપર ચોટી ગયુ. નીરમાએ હવે પોતાની ઓળખ માત્ર અમદાવાદ, ગુજરાત જ નહી પરંતુ દેશ ભરમા સ્થાપિત કરી દીધી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments