ઇતિહાસમાં ઘણા રાજાઓ એવા છે જે સત્તાના લોભમાં કોઈ સંબંધને માનતા ન હતા. જેમાંથી એક પાકિસ્તાનના રાજા દાહિરનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક પુસ્તકમા ઇતિહાસકારોએ દાવો કર્યો છે કે સિંધ રાજ્યના રાજાએ સત્તા મેળવવા માટે તેની પોતાની બહેન સાથે લગ્ન કર્યા હતા. તે જ સમયે કેટલાક ઇતિહાસકારોએ આનો ઇનકાર કર્યો છે.
‘ચચનામા’ પુસ્તક મુજબ સિંધના રાજા જ્યોતિષવિદ્યા પર વધુ માનતા હતા.એક વાર તે પોતાની બહેનના સંબંધ માટે જ્યોતિષની સલાહ લેવા ગયો હતો. જ્યોતિષે તેમને કહ્યું કે ‘જે તમારી બહેન સાથે લગ્ન કરશે તે સિંધનો શાસક બનશે’. કેટલાક ઇતિહાસકારોનુ માનવુ છે કે આ જ કારણે સિંધના રાજાએ તેમના મંત્રી અને જ્યોતિષની સલાહ લીધા પછી પોતાની બહેન સાથે લગ્ન કર્યા.
ઇતિહાસકારો એમ પણ કહે છે કે રાજા અને તેમની બહેન વચ્ચેના લગ્નમા બધી વિધિ કરવામાં આવી હતી. પરંતુ આ લગ્નમા પતિ-પત્નીનો શારીરિક સંબંધ બનાવ્યો ન હતો. રિસર્ચ પેપરમાં દાહિરનો પરિવાર તાકીકના પ્રકાશમાં ડો.આઝાદ કાઝીએ જણાવ્યુ હતુ કે રાજાના કેટલાક સંબંધીઓ એક ગઢમા મળી આવ્યા હતા.
તેમનો ઉલ્લેખ ચચાનામામા પણ છે. આ સંબંધીઓમા રાજા દાહિરની ભત્રીજી પણ શામેલ છે. જેની ઓળખ કરબ બિન માખારુ દ્વારા કરવામા આવી હતી. આ પુસ્તકમા ઘણી વસ્તુઓ લખેલી છે જે તે લગ્ન વિશે છે.